સૌરાષ્ટ્રભરમાં જાહેરનામા ભંગનો સિલસિલો યથાવત : 700 થી વધુની ધરપકડ

પ00 થી વધુ વાહનો ડીટેઈન : કામવગર રખડતા અને દુકાનો ખુલ્લી રાખતા શખસો સામે કડક કાર્યવાહી
રાજકોટ, તા.30 : કોરોના વાયરસની મહામારીના પગલે ર1 દિવસ લોકડાઉન કરવામાં આવ્યુ હોય તેમજ તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હોવા છતા લોકો દ્વારા છડેચોક જાહેરનામાનો ભંગ કરવામાં આવતા પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં જાહેરનામા ભંગનો સિલસિલો યથાવત રહયો હતો. અને પોલીસે 700 થી વધુ શખસો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. અને પ00 થી વધુ વાહનો ડીટેઈન કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથધરી હતી. રાજકોટમાં લોકડાઉનના પગલે દુકાનો ખુલ્લી રાખવાની મનાઈ હોવા છતા દુકાનો-ચા-પાનના ગલા ખુલ્લા રાખવામાં આવતા તેમજ બીનજરૂરી બહાર નીકળતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહીની અમલવારી કરી હતી. જેમાં રાજકોટમાં પોલીસે જાહેરનામા ભંગના 4પ ગુના નોંધી 73 શખસોની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પણ ત્રણ ગુના નોંધ્યા હતા. કલ્યાણપુર પંથકમાં પોલીસે 30 શખસો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. અને 33 વાહનો ડીટેઈન કર્યા હતા. તેમજ એક શખસ વિરુધ્ધ ખોટી અફવા ફેલાવવા સબબનો ગુનો નોંધ્યો હતો. અને એક શખસ વિરુદ્ધ બોગસ લેટર બનાવવા સબબ ગુનો નોંધવામાં આવ્યો હતો. માણાવદરમાં પોલીસે સાત શખસો વિરુધ્ધ ગુનો નેંધી ધરપકડ કરી હતી. ધોરાજીમાં પોલીસે 79 વાહનો ડીટેઈન કરી દંડ વસુલયો હતો. તેમજ જાહેરનામાનો ભંગ કરનાર 16 શખસો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દ્વારકા પથકમાં પોલીસે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખી હતી. અને 10 શખસો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. અને 18 વાહનો ડીટેઈન કર્યા હતા. મોરબીમાં પોલીસે ડ્રોન કેમેરાથી એકઠા થયેલા ટોળાને ઝડપી લીધુ હતુ. અને 39 શખસો વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. વાંકાનેરમાં  આઠ દુકાનોદારો વિરુદ્ધ, માળીયામાં એક વેપારી સામે અને ટંકારામાં બે શખસો તથા હળવદમાં ત્રણ વેપારી વુરધ્ધ ગુનો  નોંધ્યો હતો.
મોડાસામાં જિલ્લા સેવાસદનમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શર્મા નામના અધિકારીએ ચેક પોસ્ટ પર ચેકીગ દરમિયાન ફરજ પરના જવાનને બેફામ વાણી વિલાસ કરી ધમકાવતા આ અંગેનો વીડિયો વાયરલ થતા પોલીસ અને લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ડ્રોન અને સીસીટીવી કેમેરાના આધારે કડક કાર્યવાહી હાથધરવામાં આવી હતી. અને ભાવનગર જિલ્લામાં જાહેરનામા ભંગની ર91 ફરીયાદો નોંધાય હતી. અને 330 શખસોની અટકાય ત કરવામા આવી હતી. અને 744 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. ડ્રોન કેમેરાથી 18 ગુના નોંધ્યા હતા. મુળી તાબેના સરલા ગામે પાંચ શખસો વિરુદ્ધ અને સરા ગામે ચાર શખસો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. અને આઠ વાહનોડીટેઈન કર્યા હતા. ગોડલમાં બે વેપારી સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. પોરબંદરમાં બિનજરૂરી બહાર નીકળેલા 41 શખસોની અટકાયત કરવામા આવી હતી. તેમજ વાહનો ડીટેઈન કર્યા હતા.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે લોકો હજુ પણ લોકડાઉનનું ચૂસ્તપણે પાલન કરતાં નથી અને ખોટા બહાના કાઢી નીકળતા હોય ધરપકડ કરી વાહન કબજે કરવામાં આવશે. લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના 983 અને હોમ ક્વોરન્ટાઈન ભંગના 394 તથા અન્ય 40 મળી કુલ 1417 ગુના નોંધવામાં આવ્યા છે. જે અંતર્ગત રપ39 શખસોની અટકાયત કરવામાં આવી છે. 6104 વાહનો ડિટેઈન કરવામાં આવયા છે. જાહેરનામાના ભંગમાં કુલ 8774ની અટકાયત કરવામાં આવી છે.
જૂનાગઢ-ગીરસોમનાથ  જિલ્લામાં બિલ્ડર-વેપારી સહિત 16ર શખસો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી અને પ8 વાહનો ડિટેઈન કર્યા હતા. વેરાવળમાં બે દિવસ પહેલાં આમદભાઈ પંજા દુબઈથી આવેલ હોય તેને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાનું હોય આમ છતાં ભંગ કરતા આરોગ્ય વિભાગે આમદ પંજા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ જૂનાગઢમાં શાંતિ ડહોળવાના બદઈરાદે કોઈએ પોલીસ સાથે સંઘર્ષ થયાનો વીડિયો વાયરલ કરતા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
તેમજ જામનગરમાં પીવીઆર સિનેમા ઘરના સંચાલક ઈલેશ રમણીકભાઈ ભદ્રા વિરુદ્ધ પણ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. જાહેરનામાનો ભંગ કરનાર 78 શખસો વિરુધ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. તદઉપરાંત સુરેન્દ્રનગર-વઢવાણ પંથકમાં પણ ડ્રોન કેમેરાથી કામગીરી કરવામાં આવી હતી અને ર3 શખસો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer