BCCIએ ખેલાડીઓ માટે હોમ ફિટનેસ પ્લાન બનાવ્યો

BCCIએ ખેલાડીઓ માટે હોમ ફિટનેસ પ્લાન બનાવ્યો
મુંબઇ  તા.2પ: કોરોના વાઇરસને લીધે પૂરા દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સ તેમના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહયા છે. આમ છતાં ટીમ ઇન્ડિયાના સ્ટ્રેંથ એન્ડ કન્ડીશનિંગ કોચ નિક વેબ અને ફિઝિયો નીતિન પટેલે મળીને ભારતીય ટીમના ખેલાડીઓ માટે ખાસ ઇન્ડોર વર્કઆઉટ પ્લાન તૈયાર કર્યોં છે. જેથી બધા ખેલાડી ઘરે બેઠા ફિટ રહે.
ટીમ મેનેજમેન્ટમાંથી મળતી વિગત અનુસાર વેબ અને પટેલે ખેલાડીઓ માટે રૂટિન બનાવ્યું છે. જેથી ખેલાડીઓ ઘરમાં રહીને પણ ફિટ રહી શકે. બીસીસીઆઇના કરારબધ્ધ તમામ ખેલાડીઓને આ રૂટિન અપાયું છે. આ ઉપરાંત તમામ ખેલાડીઓએ ફિઝિયો નીતિન પટેલને રિપોર્ટ કરવાનો રહેશે. ઉદાહરણ રૂપે બોલરોને અલગ એકસરસાઇઝ અપાઇ છે. જેથી તેમની તાકાત જળવાઇ રહે. કેટલું વજન ઉઠાવવું, કેવી કસરતો કરવી વગેરેનું પણ માર્ગદર્શન અપાયું છે.
વાઇરસ આગ
છે, તેને ભડકાવો નહીં: સચિન
નવી દિલ્હી તા.2પ: મહાન ખેલાડી સચિન તેંડુલકરે કોરોના વાઇરસ પર લોકોને સાવધાન કર્યાં છે. તેણે લોકડાઉનનો ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે. માસ્ટર બ્લાસ્ટરે કહયું છે કે આ વાઇરસ આગ છે. ઓછામાં ઓછું આપ એને ભડકાવવાની હવા ન આપો. સચિને ટિવટર પર આ સંદેશા આપતો વીડિયો શેર કર્યોં છે. સચિને કહયું છે કે આપણા સહુનું કર્તવ્ય છે કે સરકારના દીશા-નિર્દેશનું પાલન કરવું. સચિને લોકાડાઉનનો ભંગ કરનાર સામે નારાજગી પણ વ્યકત કરી છે

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer