તરઘડિયા પાસેથી રૂ. 17.20 લાખના દારૂ સાથેનો ટ્રક પકડાયો

તરઘડિયા પાસેથી રૂ. 17.20 લાખના દારૂ સાથેનો ટ્રક પકડાયો
રૂ.26.34 લાખનો મુદ્દામાલ કબજે : બાડમેરના બેની ધરપકડ
રાજકોટ, તા. 18:  અમદાવાદ હાઇ-વે પરના તરઘડિયા ગામના પાટિયા પાસેથી રૂ. 17.20 લાખની કિંમતના દારૂ સાથેનો ટ્રક  ઝડપી લઇને રાજસ્થાનના બાડમેરના બે શખસની પોલીસે ધરપકડ કરી હતી. દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 26.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
અમદાવાદ હાઇ-વે પરના તરઘડિયા ગામના પાટિયા પાસેથી પસાર થઇ રહેલા એક આઇસર ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની ચોકકસ બાતમી ક્રાઇમ બ્રાંચના વિક્રમ લોખીલને મળી હતી. આ હકિકતના આધારે બ્રાંચના ઇન્સ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ  ઇન્સ.  એસ.વી.પટેલ અને તેમના મદદનીશો જયેશ શુકલા, જયેશ નિમાવત, અમીન ભલુર અને જીજ્ઞેશ મારૂએ તરઘડિયા પાસે વોંચ ગોઠવીને ટ્રકને ઝડપી લીધો હતો. ટ્રકની તલાશી લેતાં તેમાંથી રૂ. 17.20 લાખની કિંમતની દારૂની 5736 બોટલ મળી આવી હતી.  આ અંગે રાજસ્થાનના બાડમેર પંથકના લાલારામ આઇદાનરામ ચૌધરી અને રમેશ મંગલારામ ચૌધરીની ધરપકડ કરી હતી. આ બન્ને પાસેથી બે મોબાઇલ ફોન મળી આવ્યા હતાં. દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂ. 26.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. મોબાઇલ ફોનના આધારે દારૂનો જથ્થો  કોને અને કયાં આપવાનો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધ રી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer