અમરેલીમાં સગીર વિદ્યાર્થીએ બાર બાઇકની ઉઠાંતરી કરી’તી

અમરેલીમાં સગીર વિદ્યાર્થીએ બાર બાઇકની ઉઠાંતરી કરી’તી
અમરેલી, તા. 18: અમરેલી શહેર અને તાલુકાના ગામડામાંથી બાર બાઇકની ચોરી કરવા અંગે સગીર બે વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પાસેથી રૂ. 1.68 લાખની કિંમતના બાર બાઇક કબજે કર્યા હતાં. લીલીયા રોડ પર પેટ્રોલીંગમાં નિકળેલા પીએસઆઇ એમ.એચ. પરાડિયા, વી.આર.ખેર અને ઉદય મેણિયા વગેરેએ રેલવે ફાટક પાસેથી બાઇક પર પસાર થઇ રહેલા એક 17 વર્ષના અને એક 14 વર્ષના બે વિદ્યાર્થીને અટકાવ્યા હતાં અને તેની પાસેના બાઇકના કાગળો વગેરેની માગણી કરી હતી. પોલીસની પુછપરછમાં એ બન્ને ટાબરિયા ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતાં. તેની પાસેનું બાઇક કબજે લઇને પુછપરછ કરતાં બન્ને ભાંગી પડયા હતાં અને મોજશોખ કરવા માટે બાઇકની ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી. આ બન્નેએ અમરેલી શહેર અને તાલુકાના ગામડામાંથી બાર જેટલા બાઇકની ઉઠાંતરી કર્યાનું જણાવ્યું હતું. તેની પાસેથી રૂ. 1.68 લાખની કિંમતના બાર કબજે કરવામાં આવ્યા હતાં

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer