જેતપુરના કારખાનેદારને લૂંટનારા ચાર પકડાયાં

જેતપુરના કારખાનેદારને લૂંટનારા ચાર પકડાયાં

જેતપુર, તા. 18: અહીના કારખાનેદાર મનિષભાઇ સુખરામભાઇ દેસાણીને માર મારીને રૂ. પાંચ હજારની રોકડ રકમ અને લાયસન્સ સહિતની વસ્તુઓ લૂંટી લેવા અંગે ગોંડલ, વીરપુર અને રાજકોટના ચાર શખસની પોલીસે ધરપકડ કરી હતી.
આ લૂંટ અંગે  વીરપુરના સંજય જશુભાઇ સુરુ, ગોંડલના દિવ્યરાજસિંહ વાઘેલા, રાજકોટના રઘુ ઉર્ફે ભાણો ખોડાભાઇ સોલંકી અને રોહિત નારણભાઇ બેરડિયાની પોલીસે ધરપકડ કરી હતી અને ચારેયને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં.
થોડા દિવસ પહેલા મનિષભાઇ દેસાણી નામનો યુવાન કારખાનામાં કામ પતાવીને ઘેર આવ્યો હતો ત્યારે અજાણ્યા શખસો તેના ઘેર આવ્યા હતાં અને ફાયનાન્સના દસ્તાવેજોમાં સહી બાકી  છે. ચાલો સાહેબ બોલાવે છે તેમ કહીને  તેને નવાગઢ સીંગડી હોટલ પાસે લઇ ગયા હતાં. ત્યાં  તેને લાકડી ધોકાથી માર મારીને રૂ. પાંચ હજારની રોકડ રકમ અને લાયસન્સ સહિતની વસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે  પીઆઇ વી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ ભાવેશ ચાવડા, સંજય પરમાર અને લખુભા રાઠોડે દોડધામ આદરી હતી અને ચોકકસ બાતમીના આધારે કચ્છના આદીપુર, વીરપુર અને ગોંડલના ચાર શખસને ઝડપી લીધા હતાં અને કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યા હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer