FIH પ્રો લીગમાં ઓસિ. સામે ભારતીય હોકી ટીમનું નેતૃત્વ મનપ્રિત સંભાળશે

FIH પ્રો લીગમાં ઓસિ. સામે ભારતીય હોકી ટીમનું નેતૃત્વ મનપ્રિત સંભાળશે

તા. 21 અને 22મીએ વિશ્વ નં. 2 ટીમ સામે ટક્કર થશે
નવી દિલ્હી, તા.18: વિશ્વ ક્રમાંકમાં બીજા સ્થાન પરની ઓસ્ટ્રેલિયાની ટીમ વિરૂધ્ધ 21 અને 22 ફેબ્રુઆરીએ રમાનાર એફઆઇએચ પ્રો લીગના મુકબલા માટે હોકી ઇન્ડિયાએ મનપ્રિત સિંઘની આગેવાનીમાં આજે 24 ખેલાડીની ભારતીય પુરુષ હોકી ટીમ જાહેર કરી છે.
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાનાર આ મુકાબલામાં હરમનપ્રિત સિંઘ ઉપસુકાની રહેશે. ભારતીય હોકી ટીમે હાલમાં જ એફઆઇએચ પ્રો લીગના મેચમાં નંબર વન ટીમ બેલ્જિયમને 2-1 ગોલથી હાર આપી હતી. જયારે બીજા મેચમાં 2-3થી હાર સહન કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામેના બે મેચની હોકી ટીમમાં ગોલકીપર પીઆર શ્રીજેશ અને કૃષ્ણ પાઠક ઉપરાંત રૂપિન્દરપાલ સિંઘ, આકાશદિપ, બીરેન્દ્ર લાકડા, સુરેન્દ્ર કુમાર, લલિત ઉપાધ્યાય, એસવી સુનિલ ચિંગલેનસાના સિંઘ જેવા અનુભવી ખેલાડીઓ છે. ટીમના હેડ કોચ ગ્રેહામ રિડે કહયું છે કે અમે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. સંતુલિત ટીમથી ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને અમે ટકકર આપશું.
ભારતીય હોકી ટીમ: મનપ્રિત સિંઘ(સુકાની), પીઆર શ્રીજેશ, કૃષ્ણા પાઠક, અમિત રોહિદાસ, સુરેન્દ્રકુમાર, બીરેન્દ્ર લાકડા, હરમનપ્રિત સિંઘ (ઉપસુકાની), વરૂણકુમાર, ગુરિદંર સિંઘ, રૂપિન્દરપાલ સિંઘ, વિવેક સાગર, હાર્દિક સિંહ, ચિંગલેનસાના સિંઘ, રાજકુમાર પાલ, આકાશદિપ, સુમિતકુમાર, લલિત ઉપાધ્યાય, ગુરસાહિબજીત સિંઘ, દિલપ્રિત સિંઘ, એસવી સુનિલ, જરમનપ્રિત સિંઘ, સિમરનજીત સિંઘ, નિલકાંત શર્મા અને રમણદિપ સિંઘ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer