રેખાની સાથે આ ‘બહેન’ કોણ?

રેખાની સાથે આ ‘બહેન’ કોણ?
બોલિવૂડની સદાબહાર સુંદરી ગણાતી રેખાની રીલ લાઇફ વિશેની વાતો તો જગજાહેર છે. તેની રીયલ લાઇફની કેટલીક વાતો હજુ પણ અકબંધ છે. રેખા તાજેતરમાં રિક્કુ રાકેશ નાથની પુત્રી દક્ષિણા નાથના લગ્ન સમારોહમાં જોવા મળી હતી. ત્યારે રેખા સાથે તેની હમશકલ જેવી એક મહિલા હતી. બાદમાં ખબર પડી હતી કે તેની સાથેની મહિલા બીજું કોઇ નહીં, પણ રેખાની સગી બહેન રાધા હતી. તેઓ ઘણા સમયે મીડિયા સમક્ષ આવ્યા હતા. રાધા ઉસ્માન સઇદ રેખાના સગા બહેન છે. જયારે પાંચ ઓરમાઇ બહેન છે. રેખાના પિતા જેમીની ગણેશ તમિલ ફિલ્મના કલાકાર હતા. તેમણે ત્રણ લગ્ન કર્યાં હતા. પ્રથમ લગ્નથી ચાર પુત્રી હતી. બીજા લગ્નથી રેખા અને રાધા નામની પુત્રીઓ હતી. આ પછી જેમિની ગણેશે ત્રીજા લગ્ન કર્યાં હતા. જેના બે સંતાન વિજયા અને પુત્ર સતિષ છે. રેખાના તેના તમામ બહેનો અને એકમાત્ર ભાઇ સાથે સારા સંબંધ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer