પુણેમાં શોધાયું કોરોનાનું મારણ !

પુણેમાં શોધાયું કોરોનાનું મારણ !

અમેરિકી કોડાજેનિક્સની મદદથી સીરમ ઈન્સ્ટીટયૂટ શોધી રસી : છ માસમાં માનવ પરીક્ષણ
પુણે, તા. 18 : ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસનો ઈલાજ શોધવાના વિશ્વભરમાં જારી વ્યાયામ વચ્ચે પુણેથી સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાએ એક રસી શોધવામાં સફળતા મેળવી છે.
સાથીદાર કંપની અમેરિકન બાયોટેકનોલોજી ફર્મ કોડાજેનિક્સની મદદથી પુણેની સંસ્થાએ રસી શોધી છે. અત્યારે આ રસી પ્રાથમિક પરીક્ષણ માટે તૈયાર છે.
છ મહિના બાદ આ રસીનું માનવ પરીક્ષણ કરાશે. આ રસી વાયરસનો રોપ રોકવા માટે એક સુરક્ષા કવચ ઘણા ઓછા સમયમાં બનાવશે.  સંસ્થાના સીઈઓ અદલ પુનાવાલાએ જણાવ્યું હતું કે, છ મહિના પછી હૃયુમન ટ્રાયલમાં સફળતા બાદ આ ભારતની એવી પહેલી રસી બની જશે, જેને આટલી ઝડપથી અકસીર બનાવવામાં સફળતા મળી છે. માનવ પરીક્ષણ બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મંજૂરી મળી જશે, તો આરસી કોરોના વાયરસના ઈલાજ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. પુનાવાલાએ ઉમેર્યું હતું કે, આ રસીની શોધ સમકાલિન દુનિયામાં વૈશ્વિક મહામારીનો જવાબ આપવાની ભારતની ક્ષમતા બતાવે છે. ઉલ્લેખનીય છે કે, ઘાતક કોરોના વાયરસનાં કારણે ચીનમાં મૃતકોની સંખ્યા 1868 થઈ ગઈ છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer