ખોટાડું પાક. : મસૂદ બહાવલપુરમાં જ !

ખોટાડું પાક. : મસૂદ બહાવલપુરમાં જ !

ભારતીય ગુપ્તચર તંત્રોની બાતમી: જૈશના વડામથક પાછળ બોમ્બપ્રૂફ ઘરમાં ભરાઈને બેઠો છે
ઇસ્લામાબાદ, તા. 18 : ખોટાડું પાકિસ્તાન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખિયા મૌલાના મસૂદ અઝહર લાપતા હોવાનો દાવો ભલે કરે છે પરંતુ ભારતની આતંકવાદ નિરોધક એજન્સીઓ દ્વારા મસૂદ અત્યારે કડક સુરક્ષા વચ્ચે પાકમાં જ છુપાયો છે.
ભારતને જેની તલાશ છે તેવો મસૂદ અઝહર પાકિસ્તાનમાં રેલવે લિંક રોડ, મરકજ-એ-ઉસ્માન-ઓ-અલીમાં સ્થિત જૈશના બહાવલપુર સ્થિત વડામથકની પાછળ એક બોમ્બપ્રુફ ઘરમાં છુપાઇને રહે છે.
નામ ઓળખ જાહેર નહીં કરવાની અપીલ સાથે ભારતીય ગુપ્તચર તંત્રના અધિકારીઓએ આ જાણકારી આપી હતી. પાક મસૂદ અઝહરને લાપતા બતાવીને ભારત તેમજ આખી દુનિયાને ગુમરાહ કરવાની કોશિષ કરે છે.
આવું કરવાથી ફાઇનાન્શીયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકને બ્લેક લિસ્ટ કરવાનો ખતરો ટળી જશે તેવું ગણિત આતંકપરસ્ત દેશે માંડયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ અને પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમદ કુરેશીના નિવેદનો મુજબ આતંકી અઝહર કરોડરજ્જુની બિમારીથી પીડાય છે.
તેનો ભાઇ અબ્દુલ રઉફ અસગર અલ્વી તેના સ્થાને જૈશ-એ-મોહમ્મદનો કારોબાર સંભાળી રહ્યો છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer