અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં મુંબઈનું ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’ વિજેતા

અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં મુંબઈનું ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’ વિજેતા
મુંબઈના ડાન્સ ગ્રુપ ‘વી અનબીટેબલ’ એ અમેરિકા ગોટ ટેલેન્ટ શો : ધ ચેમ્પિયન સિઝન-2 જીતી લીધો છે. વી અનબીટેબલ ડાન્સ ગ્રુપમાં નાના-મોટા 29 ડાન્સરો છે. જેમણે ધ અમેરિકા ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લીધો હતો. 2019માં પણ આ ગ્રુપે અમેરિકાના ઉપરોક્ત શોમાં ભાગ લીધો હતો. ત્યારે તેમનો ચોથો નંબર હતો. આ વખતે તેઓ ટ્રોફીના દાવેદાર હતા અને આખરે ગ્રાન્ડ ફીનાલેમાં વિજેતા બન્યા હતાં. ફાઈનલમાં તેમણે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગલીઓ કી રાસલીલા-રામલીલા’ના એક ગીત ‘તતડ તતડ’ પર ડાન્સ રજૂ કર્યો હતો. એક્ટર રણવીરસિંહે પણ મુંબઈના આ વિજેતા ડાન્સ ગ્રુપને અભિનંદન આપ્યા છે. અમેરિકા ગોટ ટેલેન્ટ શોનો એવોર્ડ જીતનાર વી અનબીટેબલને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer