શ્રીનિવાસન અને બોલ્ટથી વધુ ઝડપી દોડવીર નિશાંત શેટ્ટી ?

શ્રીનિવાસન અને બોલ્ટથી વધુ ઝડપી દોડવીર નિશાંત શેટ્ટી ?
કમ્બાલા રેસમાં 100 મીટરનું અંતર 9.52 સેકન્ડમાં પૂરું કર્યાનો આયોજકોનો દાવો
નવી દિલ્હી, તા.18: ભેંસ દોડ (કમ્બાલા)માં વિશ્વ વિક્રમી સ્પ્રીન્ટર ઉસેન બોલ્ટથી પણ વધુ રફતારથી શ્રીનિવાસન ગૌડાએ દોડ લગાવ્યાનો દાવો થઇ રહયો છે. જો કે તેણે બેંગ્લોર સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી સેન્ટરમાં ટ્રાયલ ટેસ્ટ હજુ સુધી આપી નથી. આ દરમિયાન હવે એવો દાવો થઇ રહયો છે કે નિશાંત શેટ્ટી નામના એક દોડવીરે સૂર્ય ચંદ્ર કમ્બાલા રેસમાં ભેંસ સાથે શ્રીનિવાસન અને બોલ્ટથી પણ વધુ ઝડપે 100 મીટરનું અંતર 9.પ2 સેકન્ડમાં કાપ્યું છે. જે ગૌડાથી 3 સેકન્ડ ઓછું છે. શ્રીનિવાસને 100 મીટરની દૂરી 9.પપ સેકન્ડમાં પૂરી કરી હોવાનો સોશિયલ મીડિયા પર દાવો થઇ રહયો છે. હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે નિશાંત શેટ્ટીએ 143 મીટરનું અંતર 13.61 સેકન્ડમાં પૂરું કર્યું છે. તેણે શરૂઆતના 100 મીટરનું અંતર 9.પ2 સેકન્ડમાં સમાપ્ત કર્યું હતું તેવું આયોજકોનું કહેવું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer