ભારત વિરોધી પ્રવૃત્તિઓનાં કારણે બ્રિટિશ સાંસદના વિઝા રદ

ભારત વિરોધી પ્રવૃત્તિઓનાં કારણે બ્રિટિશ સાંસદના વિઝા રદ

નવી દિલ્હી, તા. 18: બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સનો ઇ-બિઝનેસ રદ્દ કરાયો છે, કારણ કે તેઓ ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અને આ બારામાં તેમને જાણ કરી દેવાઈ હોવાનું સરકાર સૂત્રોએ આજે જણાવ્યું હતું. વિઝા કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન આપવા, નકારવા કે રદ્દ કરવા એ દેશનો સાર્વભૌમ અધિકાર છે, એમ ભારપૂર્વક જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે અબ્રાહમ્સને ઇ-બિઝનેસ વિઝા ગયા વર્ષની 7 ઓક્ટોબરે જારી કરવામાં આવ્યો હતો અને તે બિઝનેસ બેઠકોમાં હાજરી આપી શકવાને આગામી પાંચ ઓક્ટોબર સુધી અધિકૃત હતો.
ભારતના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ જાય તેવી પ્રવૃત્તિઓ તેઓ આચરી રહ્યા હોઈ તેમનો ઇ-બિઝનેસ વિઝા તા. 14મી ફેબ્રુઆરીએ પાછો ખેંચી લેવાયો હતો, એમ સૂત્રો જણાવે છે. અબ્રાહમ્સ કાશ્મીર અંગેના સંસદીય જૂથના વડા છે અને ગઈ કાલે દિલ્હી એરપોર્ટે આવી પહોચતાં જ તેમના ભારતપ્રવેશને નકારી દેવાયો હતો.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer