પાંચ ટ્રિલિયનનાં સપના સાથે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત

પાંચ ટ્રિલિયનનાં સપના સાથે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત

બ્રિટન અને ફ્રાન્સને ઓવરટેક કરીને ભારત પાંચમા ક્રમે પહોંચી ગયું: અમેરિકી થિંકટેન્ક
નવીદિલ્હી, તા.18: આર્થિક મોરચે શ્રેણીબદ્ધ નિરાશાજનક સમાચારો વચ્ચે એક ઉત્સાહવર્ધક સમાચાર આવ્યા છે. ભારત હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. 2.94 ટ્રિલિયન ડૉલરની ઇકોનૉમી સાથે ભારતે વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ પાડી દીધા છે.
અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પૉપ્યૂલેશન રિવ્યૂએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, આત્મનિર્ભર બનવાની પૂર્વ નીતિના કારણે ભારત હવે આગળ વધતા એક ઓપન માર્કેટવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, જીડીપીના મામલામાં ભારત 2.94 લાખ કરોડ (ટ્રિલિયન) ડૉલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ મામલે તેને 2019માં બ્રિટન અને ફ્રાન્સને પાછળ પાડી દીધા છે.
બ્રિટનની અર્થવ્યવસ્થાનું કદ 2.83 ટ્રિલિયન ડૉલર છે, જ્યારે ફ્રાન્સનો 2.7 ટ્રિલિયન ડૉલર છે. ખરીદ શક્તિ સમાનતા (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડૉલર છે અને આ જાપાન તથા જર્મનીથી ઘણો વધારે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer