પૃથ્વી-શુભમન વચ્ચે પ્રતિસ્પર્ધા, કોણ ઇલેવનમાં તે નક્કી નહી: શાત્રી

પૃથ્વી-શુભમન વચ્ચે પ્રતિસ્પર્ધા,  કોણ ઇલેવનમાં તે નક્કી નહી: શાત્રી
હેમિલ્ટન, તા.14: ટીમ ઇન્ડિયા ન્યૂઝિલેન્ડ સામે 0-3થી વન ડે શ્રેણી હારી છે. હવે તેનું ફોકસ ટેસ્ટ સિરિઝ પર છે. જેની શરૂઆત 21મીથી થશે. એ પૂર્વે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ કહ્યંy છે કે ‘પ0 ઓવરના ક્રિકેટનું હાલ કોઇ ઐચિત્ય નથી. હાલ ટી-20 સિરિઝ મહત્ત્વ રાખે છે. જે અમે પ-0થી જીતી છે. અવે આગામી ટેસ્ટ શ્રેણી મહત્વની છે. જેના મેચ અમે વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં રમશું. અમારે વર્લ્ડ ચેમ્પિયનશિપનો લોર્ડસમાં રમાનાર ફાઇનલ રમવા હજુ 100 પોઇન્ટની જરૂર છે. અમે વિદેશમાં રમનાર 6 ટેસ્ટમાંથી બેમાં પણ જીત મેળવશું તો પણ સારી સ્થિતિમાં રહેશું. અમારે આ વર્ષે 6 ટેસ્ટ (બે ન્યૂઝિલેન્ડ અને ચાર ઓસ્ટ્રેલિયામાં) રમવાના છે. અમારે લક્ષ્ય નંબર વન ટીમની જેમ રમવાનું છે.’
યુવા ખેલાડીઓ વિશે શાત્રીએ કહ્યંy કે પૃથ્વી શોની વાપસી મહત્વની છે. શુભમન ગિલ પણ પ્રતિભાશાળી છે. બન્નેમાંથી કોણ ઇલેવનમાં હશે તે મહત્ત્વનું નથી. એ મહત્ત્વનું છે કે બન્ને ભારતીય ટીમના હિસ્સા છે. ટીમમાં પ્રતિસ્પર્ધા હોવી જરૂરી છે. ઇશાંત શર્માના અનફિટ થવા પર કોચે કહયું કે અમારી પાસે વિકલ્પ સારા છે. આથી ચિંતા નથી. આપણે ફક્ત આશા કરીએ કે ઇજાગ્રસ્ત તમામ ખેલાડીઓ જલ્દીથી ફિટ થઈ જાય. શાત્રીએ કેએલ રાહુલની બેટસમેન અને વિકેટકીપરની બેવડી ભૂમિકાની પ્રશંસા કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer