હૈદરાબાદની નિર્ભયાને ન્યાય મળતા મીઠાઈ વિતરણ, મહિલાઓમાં સંતોષની લાગણી

હૈદરાબાદની નિર્ભયાને ન્યાય મળતા મીઠાઈ વિતરણ, મહિલાઓમાં સંતોષની લાગણી
હૈદરાબાદમાં વેટરનરી મહિલા ડોક્ટરને પૂર્વ નિયોજીત કાવતરાનો ભોગ બનાવી તેણી પર ચાર નરાધમોએ પાશવી બળાત્કાર ગુજારી હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. આ ઘટનાના ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત ઉઠયા હતા. હૈદરાબાદ અને તેલંગણા પોલીસે વીજળીક ગતિએ ચારેય નરાધમ આરોપીઓને પકડી પાડયા હતા. આ આરોપીઓને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વખતે નાસવાનો પ્રયાસ કરતા ચારેયને તે સ્થળ પર જ ગોળીએ ઠાર મરાયા હતા. પોલીસની આવી બહાદુરી અને બળાત્કારીઓને કુદરતે નશ્યત આપતા રાજકોટની શાળાઓમાં મીઠાઈ વિતરણ કરી ઉજવણી કરાઈ હતી. (નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer