અયોધ્યા ચૂકાદા સામે 4 રિવ્યૂ અરજી

અયોધ્યા ચૂકાદા સામે 4 રિવ્યૂ અરજી
બંધારણીય બેન્ચના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી, તા. 6:  રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ કેસમાં રામ મંદિરની તરફેણમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને પડકારતી વધુ 4 અલગ રીવ્યુ અરજી અરજદારોએ સોમવારે નોંધાવી હતી. આ અરજીઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ટેકામાં નોંધાઈ છે અને આ ચાર અરજદારો છે-મિસબહુદ્દીન, મૌલાના હસબુલ્લાહ, હાજી મહેબૂબ અને રિઝવાન અહમદ.
જો સુનાવણી ઓપન કોર્ટમાં થશે તો એડવોકેટ રાજીવ ધવન અરજદારો વતી દલીલ કરશે. અરજદારોએ જણાવ્યું છે કે મસ્જિદમાં ગેરકાયદે રીતે મુકાયેલી મૂર્તિની તરફેણમાં ચુકાદો અપાયો છે અને તેણે ’92માં મસ્જિદના ઢાંચાના ધ્વંશને મંજૂર રાખી છે. તેમાં એમ પણ જણાવાયુ છે કે  જેઓએ આ ગેરકાયદે કૃત્યો કર્યા તેઓને વિવાદિત ભૂમિ ફાળવાઈ છે અને મુસ્લિમોને વૈકલ્પિક સ્થળે પાંચ એકર જમીન આપવાનો નિર્ણય યોગ્ય ન્યાય ન કહી શકાય.તા. બીજી ડિસેમ્બરે અયોધ્યા ભૂમિ વિવાદના અસલ અરજદારના કાનૂની વારસ મૌલાના સૈયદ અશાદ રશિદીએ રીવ્યુ અરજી નોંધાવી હતી. મુસ્લિમ પક્ષકાર તરફથી નોંધાવાયેલી એ પ્રથમ અરજી હતી.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer