...તો બંધ થઇ જશે વોડાફોન - આઇડિયા : કુમાર મંગલમે આપ્યા સંકેત

...તો બંધ થઇ જશે વોડાફોન - આઇડિયા : કુમાર મંગલમે આપ્યા સંકેત
સરકારી મદદની કરી માંગ : બિરલાએ કહ્યું, હવે વધુ રોકાણ નહીં કરાય
નવી દિલ્હી, તા. 6 : ટેલિકોમ કંપનીઓની હાલત સારી નથી. ટેલિકોમ ક્ષેત્રની સ્થિતિનો અંદાજ એ જ બાબતથી લગાવી શકાય છે કે વોડાફોન-આઈડિયાના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો સરકાર મદદ નહીં કરે તો કંપની બંધ થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ આ કંપનીમાં વધુ રકમનું રોકાણ કરશે નહીં. એક મીડિયાગૃહના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો સરકાર કોઈ રાહત ઉપલબ્ધ કરાવશે નહીં તો મજબૂરીમાં તેમને તેમની દુકાન (વોડાફોન આઈડિયા) બંધ કરવી પડશે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓ હવે આ કંપનીમાં વધુ રોકાણ કરવાના નથી. બિરલાએ કહ્યું કે, એ બાબતનો કોઈ અર્થ નથી કે ડૂબતા પૈસામાં વધુ પૈસા રોકવામાં આવે. તેમણે કહ્યું કે, રાહત ન મળે તો તેઓ કંપનીને દેવાળિયા પ્રક્રિયામાં આગળ લઈ જશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer