દેશના 350 સ્ટેશને મળનારી સેવા
નવી દિલ્હી તા.6: ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ ટ્રેનપ્રવાસ દરમિયાન બર્ગર, પિઝા, બિરયાની જેવી લોકપ્રિય ખાદ્યવાનગીઓ આરોગવાને મળે તે માટે સક્રિય થયું છે. પ્રવાસીઓમાં ફેવરીટ એવી આ વાનગીઓ આશરે 3પ0 સ્ટેશનોએ તે ડિલીવર થાય તે માટે આઈઆરસીટીસીએ 700 ખાદ્ય વિક્રેતાઓ સાથે હિસ્સેદારી કરી છે.
હાલની ઈ-કેટરીંગ સુવિધાના બિઝનેસને સુધારવા આ નિર્ણય કર્યો છે. નિગમે આ પહેલને ખુશીઓં કી ડિલીવરી નામ આપ્યું છે. હવે તમે ડોમિનોઝમાંથી પિઝા, બર્ગર માટે, બિરયાની બ્લુઝમાંથી બિરયાની હલ્દીરામમાંથી વિવિધ ડિશો, સરવાના ભવનમાંથી સાઉથ ઈન્ડિયન ડિશો ઉપરાંત નિરુલા અને ફાસોસ જેવા સ્થળોએથી અન્ય વાનગીઓ મેળવવા ઓર્ડર આપી શકશો. આવી સેવા ડિલીવર કરવાને માત્ર 3પ0 સ્ટેશનો જ પસંદ કરાયા છે. આઈઆરસીટીસીનો દાવો છે કે આ સ્ટેશનો વાટે લગભગ તમામ ટ્રેનો અને રુટોને આવરી લેવાયા છે. ઈ-કેટરીગ એપ વાટે 1 વર્ષમાં રોજના સરેરાશ 21 હજાર ઓર્ડર મળવા સાથે ઈ-કેટરીંગ બિઝનેસમાં ખાસી વૃદ્ધિ હોવાનું જણાતા નિગમ આ પહેલને વધુ સફળ બનાવવા માગે છે.
હવે ટ્રેનપ્રવાસમાં પિત્ઝા, બર્ગર અને ઈડલી-સાંભાર પણ મળશે
