નિર્ભયા કેસ બાદ મહિલા સામે અપરાધના બનાવો વધ્યા

નિર્ભયા કેસ બાદ મહિલા સામે અપરાધના બનાવો વધ્યા
નવી દિલ્હી, તા. 6: હૈદરાબાદમાં બળાત્કાર અને હત્યાનો બનાવ, ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને સળગાવવાનો બનાવ હોય કે પછી કથુઆ કેસ. આ તમામ અપરાધોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે દેશમાં મહિલાઓની સુરક્ષા ચિંતાનો વિષય છે. આંકડાની વાત કરવામાં આવે તો મહિલાઓ સામેના અપરાધની યાદી લાંબી છે. 2017ના એનસીઆરબી રીપોર્ટથી સ્પષ્ટ થાય છે કે વર્ષમાં મહિલાઓ સામેના અપરાધના 3.59 લાખ મામલા નોંધાયા હતા. 2016માં આવા 3.38 લાખ કેસ નોંધાયા હતા. મહિલાઓ સામે થયેલા અપરાધમાં 10 ટકા કેસ બળાત્કારના છે. 2017માં બળાત્કારના 32,559 કેસ દાખલ થયા હતા. જેમાં 5562 કેસ સાથે મધ્યપ્રદેશ સૌથી ઉપર છે. આ ઉપરાંત 4246 કેસ સાથે ઉત્તર પ્રદેશ બીજા નંબરે અને 3305 કેસ સાથે રાજસ્થાન ત્રીજા નંબરે હતું. જો કે ઘણા બળાત્કાર એવા પણ હોય છે જે સામે નથી આવતા કારણ કે પીડિતાના પરિજનો સમાજની બીકે અવાજ ઉઠાવતા નથી. જે લોકો હિંમત કરે છે તેને કાનૂની લડાઈ માટે વર્ષો ધક્કા ખાવાની ફરજ પડે છે, જેમ કે નિર્ભયા કેસમાં સાત વર્ષ પછી પણ હજી દોષિતોને ફાંસીની સજા મળી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer