નિત્યાનંદનો પાસપોર્ટ રદ

નિત્યાનંદનો પાસપોર્ટ રદ
નવી દિલ્હી, તા. 6 : સ્વયંભૂ બાબા નિત્યાનંદને લઈને ભારત સરકાર તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે અને નવા પાસપોર્ટ માટેની અરજી પણ ફગાવવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ઉમેર્યું હતું કે, મંત્રાલયે વિદેશમાં સ્થિત તમામ મિશન અને પોસ્ટને નિત્યાનંદ અંગે સતર્ક કર્યા છે. બીજી તરફ એક્વાડોરના રાજદૂતે નિત્યાનંદને શરણ આપવામાં આવી હોવાના અહેવાલ નકાર્યા હતા. ગુજરાત પોલીસે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે, નિત્યાનંદ દેશ છોડીને નાસી છુટયો છે. નિત્યાનંદ સામે ફોજદારી ફરિયાદ છે અને તપાસ દરમિયાન બે મહિલા અનુયાયીની ધરપકડ થઈ છે. કહેવામાં આવ્યું હતું કે, નિત્યાનંદ કર્ણાટકમાં બળાત્કારની ફરિયાદ દાખલ થયા બાદ જ દેશ છોડીને નાસી છુટયો હતો. બીજી તરફ સાધ્વી પ્રાણ પ્રિયાનંદ અને પ્રિયાતત્વ રિદ્ધિ કિરણની ધરપકડ  બાદ વધુ તપાસ હાથ ધરાવામાં આવી છે. આ બન્ને ઉપર ચાર બાળકોના અપહરણ અને તેને બંધક બનાવવાનો આરોપ છે. વધુમાં આશ્રમમાંથી લાપતા થયેલી એક મહિલાના કેસમાં પણ તપાસ ચાલી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer