નિર્ભયાની માતાએ કહ્યું, અમારા ગુનેગારો હજી જીવે છે...

નિર્ભયાની માતાએ કહ્યું, અમારા ગુનેગારો હજી જીવે છે...
હૈદરાબાદ પોલીસને બિરદાવતા નિર્ભયાના માતા આશાદેવી

નવી દિલ્હી તા.6: હૈદરાબાદમાં સરકારી પશુ તબીબ સાથેના દુષ્કર્મ-હત્યાના નૃશંસ બનાવ સાથે સંકળાયેલા ચાર નરાધમો એનકાઉન્ટરમાં માર્યા ગયા બદલ ‘િનર્ભયા’ના માતપિતાએ તેલંગણ પોલીસની સરાહના કરી છે, બિરદાવી છે. એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં નિર્ભયાના માતા આશા દેવીએ જણાવ્યુ હતું કે હું પોલીસનો આભાર માનવા ઈચ્છું છું. (એ નરાધમોને) જે રીતની સજા મળી તેનાથી હું રાજી છું. પોલીસે દાખલો બેસાડયો છે. પોલીસે ઘણું સારું કામ બજાવ્યું છે. આશાદેવીએ ખેદપૂર્વક જણાવ્યુ હતું કે ‘અમારી પુત્રીના બળાત્કારીઓ હજી જીવતા છે.સુપ્રીમ કોર્ટે ફાંસીસજા આપ્યા છતાં હજી અપાઈ નથી. અમને ન્યાય મળવામાં વિલંબ થયો છે.’





હોશમાં આવતા જ આરોપીઓને આકરી સજાની માગ : તબીબોના કહેવા પ્રમાણે હજી 72 કલાક નાજૂક

નવી દિલ્હી, તા. 6 : ઉન્નાવમાં બળાત્કાર બાદ જીવતી સળગાવવામાં આવેલી પીડિતાની હાલત એકદમ ગંભીર છે. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં પીડિતા જીવન અને મૃત્યુની જંગ લડી રહી  છે અને ભયંકર પીડા વચ્ચે આરોપીઓને આકરી સજાની માગણી કરી છે.

પીડિતાએ પોતાના ભાઈને કહ્યું હતું કે, આરોપીને છોડવામાં ન  આવે. હોશમાં આવતા જ પીડિતા સવાલ કરે છે હું બચી જઈશ ? હું મરવા નથી માગતી. સફદરજંગ હોસ્પિટલમાં તબીબના કહેવા પ્રમાણે તેઓ પીડિતાને બચાવવાનો તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છે પણ શરૂઆતના 72 કલાક ખૂબ જ મહત્વના હોય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer