અજય-સૈફની ફિલ્મ તાનાજીનું પાવરપેક ટ્રેલર

અજય-સૈફની ફિલ્મ તાનાજીનું પાવરપેક ટ્રેલર
લાંબા ઇંતઝાર બાદ અજય દેવગણ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ તાનાજી: અનસંગ વોરિયરનું ધમાકેદાર ટ્રેલર આજે રીલિઝ થયું છે. આ ફિલ્મમાં અજય દેવગણ મરાઠા યોધ્ધા સુબેદાર તાનાજી માલૂસરના પાત્રમાં છે. ખલનાયક તરીકે સૈફ અલી ખાન છે. આ ફિલ્મમાં કાજોલ તાનાજીના પત્નીના રોલમાં છે. તેનો લૂક તાજેતરમાં જ બહાર આવી ચૂકયો છે. આ એક પીરીયડ ડ્રામા ફિલ્મ છે. તેનું ટ્રેલર પાવરપેક છે. આથી ચાહકોનો ઇંતઝાર ટ્રેલર નીહાળીને જ વધી ગયો છે. ટ્રેલરમાં કલાકારોનો દમદાર અભિનય, એકશન, કોસ્ચ્યૂમની કેમેસ્ટ્રી દર્શકોના દિલ જીતી રહી છે. આ ફિલ્મનું ખુદ અજય દેવગણે નિર્માણ કર્યું છે અને આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. તાનાજી: અનસંગ વોરિયર ફિલ્મના ડાયરેકટર ઓમ રાઉત છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer