ફેડરર અને જોકોવિચની બરાબરી કરતો નડાલ અઝઙ ક્રમાંકમાં પાંચમીવાર વર્ષના અંતે નંબર વન

ફેડરર અને જોકોવિચની બરાબરી કરતો નડાલ અઝઙ ક્રમાંકમાં પાંચમીવાર વર્ષના અંતે નંબર વન
પેરિસ, તા. 19 : સ્પેનનો સ્ટાર રાફેલ નડાલ ગત સપ્તાહે એટીપી ફાઇનલ્સમાં ગ્રુપ રાઉન્ડમાંથી આગળ વધી શકયો ન હતો. આમ છતા તે વર્ષના અંતમાં એટીપી ક્રમાંકમાં ટોચ પર રહેવામાં સફળ રહયો છે. નડાલ તેની કારકિર્દીમાં પાંચમીવાર વર્ષનો અંત ટોચના ખેલાડીના રૂપમાં કરશે.  આ મામલે તેણે મહાન રોઝર ફેડરર અને નોવાક જોકોવિચની બરાબરી કરી છે. નડાલ આ વર્ષે બે ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપન અને યૂએસ ઓપનમાં ચેમ્પિયન થયો છે. જ્યારે જોકોવિચ વિમ્બલ્ડન અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બન્યો હતો.  નડાલના 998પ પોઇન્ટ છે અને તે સર્બિયાના નોવાક જોકોવિચથી 840 પોઇન્ટ આગળ છે. જોકોવિચ પાસે ટોચ પર પહોંચવાનો મોકો હતો. પણ તે લંડનમાં રમાયેલ એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહયો હતો. ફેડરર વર્ષના અંતે ત્રીજા અને એટીપી ફાઇનલ્સના ખિતાબી મુકાબલામાં સિટસિપાસ વિરૂધ્ધ હાર સહન કરનાર ડોમેનિક થિએમ ચોથા સ્થાને છે. ગ્રીસનો 21 વર્ષીય સિટસિપાસ દાનિલ મેલદેવ બાદ છ નંબર પર છે. 
એક સમયે વિશ્વ ક્રમાંકમાં નંબર વન રહેનાર બ્રિટનનો એન્ડી મરે વર્ષનો અંત પ03મા નંબર પર રહીને કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer