નવસારીની સાહસિક નારી ઈં એકલપંડે આર્કટિક સર્કલ પુરું કર્યું

નવસારીની સાહસિક નારી ઈં એકલપંડે આર્કટિક સર્કલ પુરું કર્યું
લંડનથી ઉત્તર ધ્રુવ સુધી મોટરમાં એકલા 4500 કિ.મી. 91 કલાકમાં પહોંચેલી મૂળ ગુજરાતી મહિલાનો સંદેશ, કેન્સર સામે જાગૃત્તિ
મુંબઈ, તા.19: જાણીતી ઓટોમોબાઇલ રેસ સ્પર્ધક અને કેન્સરમાંથી સાજા થયેલ ભારતીય મૂળની ભરુલત્તા પટેલ કામ્બલેએ લંડનથી ઉત્તરધ્રુવના આર્કટિક સર્કલમાં આવેલ નોર્ડકેપ સુધીનું 4500 કિલોમીટરનું અને ત્યાંથી વળતા લંડન સુધીનું 4500 કિલોમીટરનું એમ કુલ 9000 કિલોમીટરનું અંતર કુલ નવ દિવસમાં કાપી વિશ્વ વિક્રમ સર્જયો હતો.
ભરુલત્તાને લંડનથી નોર્ડકેપ પહોંચતા 91 કલાક થયા હતાં અને ત્યાંથી પાછા લંડન આવતા 91 કલાક થયા હતા. લંડનથી નોર્ડકેપનો રસ્તો ખૂબ જ કપરો અને બરફ આચ્છાદિત છે. ત્યાં રસ્તામાં માઇનસ 40 અંશ સેન્ટીગ્રેડ સુધીની હાડ ગાળતી ઠંડી હોય છે. રસ્તાઓ ઉપર બરફ જામી ગયો હોય છે અને સૂરજ માત્ર ક્ષિતિજ ઉપર જ દેખાતો હોય છે અને તે પણ માત્ર સવારે 9 વાગ્યાથી બપોરે દોઢ સુધી.
વળી ઉત્તર ધ્રુવ સુધીના માર્ગો ઉપર ઠેરઠેર રસ્તાઓ ઉપર બરફ જામી જતાં કલાકો સુધી વ્યવહાર સ્થગિત થઇ જાય છે. ભરુલત્તાને રસ્તા ઉપર બેથી વધુ વખત 3થી 4 કલાકનો સમય રસ્તા સાફ થાય ત્યાં સુધી રાહ જોવામાં વીતાવવો પડયો હતો. વળી આ રીતે સમય ગુમાવ્યો તેને સરભર કરવા તેણે છેલ્લા 24 કલાક તો સતત ડ્રાઇવિંગ કર્યું હતું અને ઉંઘ લીધી નહોતી.
તેણે 20 મહિનાઓ સુધી કેન્સરની સારવાર લીધી છે અને પાંચ મોટી સર્જરી કરાવી છે અને શરીરનું એક અંગ ગુમાવવું પડયું છે.
ભરુલત્તાએ આ મુસાફરી કોઇ જાતના સહાયક-બેકઅપ વાહન વિના અને કોઇ સાથીદાર વિના એકલા હાથે કરી હતી.
મૂળ ગુજરાતના નવસારીની ભરુલત્તા પટેલ બરફથી થતાં હીમ ડંખની અને હાઇપોથર્મિયા (અતિ ઠંડી લાગવી)ની ---ની તાલિમ લીધી છે. આ મુસાફરી દરમિયાન તેને અવારનવાર મોટરના વિન્ડશિલ્ડ અને બાજુના ભાગોમાં થયેલા બરફને સાફ કરવા રોકાવું પડતું હતું. તેણે મોટરમાં એક ધાબળો અને અન્ય સાધનો રાખ્યા હતા.  આ પહેલાં લંડનથી નોર્ડકોપનો કપરો પ્રવાસ પાંચ મહિલાઓની એક ટીમે 2013માં કર્યો હતો. પણ તેને આ પ્રવાસમાં લંડનથી નોર્ડકોપ પહોંચતા 95 કલાક લાગ્યા હતા જ્યારે ભરુલત્તાને 91 કલાક લાગ્યા હતા અને તેમાં પણ ખરેખરો ડ્રાઇવિંગનો સમય 65 કલાકનો જ હતો. આ સાહસ કરવા પાછળ ભરુલત્તાનો આશય કેન્સર પીડિતો અને તેમના પરિવારોને એક સંદેશો આપવાનો છે કે ‘કેન્સર ઇઝ નોટ ડેથ પેનલ્ટી’.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer