હવે મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય યોજના

હવે મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય યોજના
‘આયુષ્યમાન’ યોજના પછી દેશનાં 40% લોકોને આવરી લેતી વ્યવસ્થાની રૂપરેખા તૈયાર
નવી દિલહી, તા. 19 : સરકાર હવે મધ્યમ વર્ગ માટે સ્વાસ્થ્ય વ્યવસ્થા તૈયાર કરવા અંગે વિચાર કરી રહી છે. આ વ્યવસ્થા એ લોકો માટે હશે, જે અત્યાર સુધી કોઇ જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાનાં દાયરામાં નથી આવતા. નીતિ આયોગે સોમવારે આ રૂપરેખા જારી કરતાં આ વાત કરી હતી.
આ નવી વ્યવસ્થામાં એ લોકોને સામેલ કરવામાં નહીં આવે, જે આયુષ્માન ભારત યોજનાના દાયરામાં છે. હાલમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાના દાયરામાં કુલ વસ્તીનાં 40 ટકા આવે છે, આ એ ગરીબ લોકો છે જે પોતાની રીતે સ્વાસ્થ્ય યોજના લેવાની સ્થિતિમાં નથી.
નીતિ આયોગે ’નવા ભારત માટે સ્વાસ્થ્ય પદ્ધતિ, બ્લોક નિર્માણ સુધાર માટે સંભવિત માર્ગ’ શિર્ષક હેઠળ હેવાલ જારી કરતાં આ વાત કરી હતી. આ હેવાલ નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવકુમારે જારી કર્યો હતો. આ તબક્કે ‘િબલ અને મેલિન્ડ’ ગેટસ    ફાઉન્ડેશનનાં સહ અધ્યક્ષ બિલ ગેટસ પણ ઉપસ્થિત હતા. નીતિ આયોગનાં સલાકાર (સ્વર્ગસ્થ) આલોકકુમારે કહ્યું કે, હેવાલનો હેતુ મધ્યમથી લાંબા ગાળાનાં સમય માટે મધ્યમ વર્ગથી જોડાયેલા લોકોનાં સ્વાસ્થ્યની યંત્રણા તૈયાર કરવાનો છે. જેમાં મધ્યમ વર્ગ પર ધ્યાન આપવામાં આવ્યું છે, કારણ કે, ગરીબો માટે પહેલાંથી જ આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી ચૂકી છે, જ્યારે જે આર્થિક સ્થિતિથી સખત છે તેઓ ચિકિત્સાનો ખર્ચ ઉઠાવવામાં સક્ષમ છે.
------------
સરકારી બેન્કોના કર્મચારીને પણ પગાર સાથે મળી શકે વેરીએબલ પે
ક્ષ     ખાનગી બેન્કો જેવો જ લાભ આપવા વિચારણા : 8 લાખ કર્મચારીને ફાયદો થશે
નવી દિલ્હી, તા.19 : સરકાર દ્વારા સંચાલિત બેન્કોના આશરે આઠ લાખ કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષથી પગાર ઉપરાંત પરફોર્મન્સ લિંક્ડ ઈન્સેટિવ (પી.એલ.આઇ.) મળી શકે છે. આ પહેલાં, બેન્કોના મેનેજમેન્ટે વેરિયેબલ પે અથવા પરફોર્મન્સ-લિંક્ડ પગારની દરખાસ્ત કરી હતી. વેરીએબલ પે પહેલાંથી જ ખાનગી ક્ષેત્રની બેંન્કોના કર્મચારીઓને મળી   રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય બેન્કસ એસોસીએશન (આઈબીએ)ની પગારની વાટાઘાટ કરતી સમિતિએ ગયા અઠવાડિયે પીઆઈએલની દરખાસ્ત કરી હતી, જેને સૈદ્ધાંતિક રૂપે સ્વીકારવામાં આવી છે. આ સમિતિના પ્રમુખ યુનિયન બેંન્ક ઓફ ઈન્ડિયાના મેનાજિંગ ડિરેક્ટર રાજકિરણ રાય છે. બેંન્કોના વાર્ષિક પરિણામોની જાહેરાત બાદ  પીએલઆઈની ગણતરી થઈ શકે છે.
જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે દર પાંચ વર્ષે દ્વિપક્ષીય કરાર કરવામાં આવે છે. પગાર વધારા અંગે 11મા કરાર પર હાલમાં વાટાઘાટો કરવામાં આવી રહી છે. આ કરાર 1 નવેમ્બર, 2017 થી અમલમાં આવશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer