મુCash: રિલાયન્સની બજાર મૂડી 9.5 લાખ કરોડ

મુCash: રિલાયન્સની બજાર મૂડી 9.5 લાખ કરોડ
માર્કેટ કેપની રીતે ભારતની પ્રથમ ક્રમની સૌથી મોટી કંપની : શેર રૂા. 1511
નવી દિલ્હી , તા . 19 :   રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના નામે એક મોટી સફળતા જોડાઈ ગઈ છે . મંગળવારે કંપનીનું બજાર મૂડી 9.5  લાખ કરોડને પાર કરી ગઈ છે. આરઆઈએલ ઉદ્યોગ આ આંક પર પહોંચનારી ભારતની પહેલી કંપની બની છે.
આનાથી બરાબર એક મહિના પહેલા 18 ઓક્ટોબરનાં કંપનીની બજાર મૂડી 9 લાખ કરોડના આંકને સ્પર્શી ગઈ હતી. સતત પાંચમા ટ્રાડિંગ સેશનમાં કંપનીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આરઆઈએલ અંગે બેંક અમેરિકા મેરિલ લિંચે કહ્યું છે કે તે આગામી બે વર્ષમાં 200 અબજ ડોલરની માર્કેટ કેપ પ્રાપ્ત કરનારી ભારતની પહેલી આવી કંપની બની શકે છે.
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મંગળવારે 3.59 ટકાની તેજી જોવામાં આવી હતી. તો આ તેજી સાથે રિલાયન્સનો શેર એનએસઈ પર 1511.55ના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે ,  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગયા મહિને જાહેરાત કરી હતી કે તે એક નવી પેટાકંપની શરૂ કરશે. આ પેટા કંપનીમાં ડિજિટલ ક્ષેત્રે પહેલ હશે અને એપ્લિકેશન વ્યવસાય હશે. આ માટે કંપનીએ 1.08 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સૌથી વધુ ડિજિટલ સેવાઓ પ્રદાન કરનારી કંપની હશે.
મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રાડિંગ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ સૌથી વધુ 9.55 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. નોંધનીય છે કે,  ટીસીએસનું માર્કેટ કેપ રૂ. 7. 91  લાખ કરોડ છે,  ત્રીજા ક્રમે  એચડીએફસી બેન્કનું માર્કેટ કેપ 6.95  લાખ કરોડ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer