કોડિનાર જઇઈંમાંથી ગ્રાહકના રૂ. પોણા બે લાખ ઉપડી ગયા

એકસરખા નામના કારણે એકના બદલે બીજા ખાતામાં પૈસા ઉપડી ગયાં’તાં
કોડિનાર, તા. 19:  અહીની એસબીઆઇ બેંકમાંથી એક ગ્રાહકના ખાતામાંથી રૂ. પોણા બે લાખની રકમ ઉપડી ગઇ હતી. એક જ સરખા નામના કારણે એકના બદલે બીજા ગ્રાહકના ખાતામાંથી નાણા ઉપડી ગયાનું ખુલ્યું છે.
કોડિનારના વડનગર ગામે રહેતાં અને અંબુજા સિમેન્ટમાં અગાઉ નોકરી કરતાં સામતભાઇ  નથુભાઇ સોલંકીએ તેની પીએફ અને બચતની રકમ એસબીઆઇ કોડિનારમાં જમા કરાવી હતી. તા. 7/9થી 5/11  સુધીના સમયગાળામાં તેના ખાતામાંથી રૂ. 1.75 લાખની રકમ ઉપડી ગઇ હતી. પૈસાની જરૂરિયાત ઉભી થતાં સામતભાઇનો પુત્ર હાજાભાઇ બેંકમાં પૈસા ઉપાડવા ગયો ત્યારે નાણા ઉપડી ગયાની જાણ થઇ હતી. આ અંગે બેંકના મેનેજરને જાણ કરવામાં આવી હતી. બેંક મેનેજરે તમો જ પૈસા લઇ ગયા છો તેવું જણાવ્યું હતું. આથી સામતભાઇના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતાં. આ અંગે આરટીઆઇ કાર્યકર્તા મહેશભાઇ મકવાણાને સાથે રાખીને બેંક મેનેજર સાથે નાણા ઉપડી જવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં સીસીટીવી કેમેરાના ફુટેજ અને રજીસ્ટર ચેક કરતાં  ખબર પડી હતી કે, મૂળ દ્વારકા ગામના સામતભાઇ નથુભાઇ સોલંકીને નાણા આપી દેવાયાનું જાણવા મળ્યું હતું.  આ બાબતે બેંકની ગીર સોમનાથ અને રીજીયોનલ ઓફિસરને પત્ર દ્વારા લેખીત રજૂઆત કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer