કુવાડવા પાસે ટ્રકે છકડાને ઠોકરે ચડાવતા કુચિયાદડની બે મહિલાના મૃત્યુ: 8ને ઇજા

નવાગામના ઢોળે કુટુંબીનું અવસાન થતાં લૌકિકે જતાં’તાં
રાજકોટ, તા. 19: કુવાડવા જીઆઇડીસી પાસે ટ્રકની ઠોકરે છકડોરિક્ષા ચડી જતાં કુચિયાદડના કોળી પરિવારની બે મહિલા મંજુબહેન છગનભાઇ ડાભી અને જશુબહેન જેરામભાઇ/ગાંડુભાઇ ડાભીના મૃત્યુ નિપજયા હતાં. જયારે આઠ વ્યકિતને ઇજા થઇ હતી.
કુચિયાદડના છગનભાઇ લાલજીભાઇ ડાભી, તેમના પત્ની મંજુબહેન અને ડાભી પરિવારના સભ્યો મધુબહેન લાખાભાઇ, જશુબહેન જેરામભાઇ, પિન્ટુબહેન વસ્તાભાઇ, શારદાબહેન વાલજીભાઇ,  હેમાબહેન વિઠ્ઠલભાઇ, દેવુબહેન મગનભાઇ, મંગાભાઇ કાનજીભાઇ, જમુનાબહેન વાલજીભાઇ વગેરે તેના ગામના મનિષ કાનજીભાઇ બાવળિયાની છકડોરિક્ષામાં બેસીને નવાગામના ઢોળે રહેતા કુટુંબીનું અવસાન થતાં લૌકિકે જતા હતાં. ત્યારે કુવાડવા પાસે પુરઝડપે ધસી આવેલા ટ્રકે છકડોરિક્ષાને અડફેટે લીધી હતી. ટ્રકની ઠોકર લાગતા રિક્ષામાં મુસાફરી કરી રહેલ દસ વ્યકિતને ઇજા થઇ હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં ગંભીર રીતે ઘવાયેલા મંજુબહેન ડાભી અને જશુબહેનના મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવ અંગે છકડોરિક્ષાના ચાલક મનિષ બાવળિયાની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer