2460 ખેલૈયાઓ હેમુ ગઢવી નાટયગૃહનું સ્ટેજ ધ્રુજાવશે

2460 ખેલૈયાઓ હેમુ ગઢવી નાટયગૃહનું સ્ટેજ ધ્રુજાવશે
રાજ્યકક્ષાની રાસગરબા સ્પર્ધાનો કાલથી પ્રારંભ: 123 ટીમ પોતાની કૃતિઓ રજૂ કરશે
રાજકોટ, તા.21: હેમુગઢવી હોલ ખાતે તા.23થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક  પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-2019નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં રાજ્યભરના જિલ્લા અને મહાનગરપાલિકાની અંદાજે કુલ 123 ટીમો અને અંદાજે 2460 ખેલૈયાઓ ભાગ લેશે. જેમાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજૂ થશે. ઉલ્લેખનીય છે કે રાસગરબાએ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે.
રાજ્યકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-2019નો પ્રારંભ તા.23મી સપ્ટેમ્બરના રોજ બપોરે 4 કલાકે રાજ્યના અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં થશે.
આ સ્પર્ધામાં કોઇપણ જાતના આધુનિક સંયંત્રોને બદલે પરંપરાગત સાજીંદા દ્વારા જકૃતિની પ્રસ્તુતિ થશે.
આ કાર્યક્રમના ઉદ‰ઘાટન સમારંભમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, અતિથિ વિશેષમાં ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, ચેરમેન મ્યુ.ફાયનાન્સ બોર્ડ ધનસુખભાઇ ભંડેરી, કલેકટર રૈમ્યા મોહન, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.ડી.કાપડિયા નિયામક યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નયન થોરાત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના નીતિનભાઇ ભારદ્વાજ અને અગ્ર સચિવ સી.વી.સોમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer