આઈઓસી પ્લાન્ટમાં બોમ્બ મૂકાયો : મોકડ્રીલ જાહેર

આઈઓસી પ્લાન્ટમાં બોમ્બ મૂકાયો : મોકડ્રીલ જાહેર
શહેરની ભાગોળે માલિયાસણ પાસે આવેલા આઈઓસીના બોટલિંગ પ્લાન્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાં એસ.ઓ.જી ફાયર બ્રિગેડ, બોમ્બ સ્કવોડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતનો સ્ટાફ તાકિદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આતંકવાદીઓ કોઈ ખતરનાક ઘટનાક્રમને અંજામ આપે તે પૂર્વે જ પોલીસે તેને દબોચી લીધો હતો જો કે, અંતે સુરક્ષા તંત્રની સતર્કતાની ચકાસણી અર્થે મોકડ્રિલ રાખવામાં આવી હોવાનું જાહેર થયું હતું. મોકડ્રિલ બાદ પીએસઆઈ એસ.કે.રબારી દ્વારા આ પ્રકારની મુસીબતના સમયે સિક્યુરિટી તેમજ અન્ય સ્ટાફને ધ્યાનમાં રાખવાની બાબતો અને તકેદારી અંગે માગદર્શન આપવામાં આવ્યું હતું. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer