વર્લ્ડ બોક્સિંગ : ફાઇનલ હારવા છતાં પંઘાલે સર્જ્યો ઇતિહાસ

વર્લ્ડ બોક્સિંગ : ફાઇનલ હારવા છતાં પંઘાલે સર્જ્યો ઇતિહાસ
એકાતેરિનબર્ગ (રુસ), તા.21 : એશિયન ચેમ્પિયન ભારતના સ્ટાર મુક્કેબાજ અમિત પંઘાલ (બાવન કિગ્રા)એ આજે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનમાં રજત પદક મેળવીને ઈતિહાસ રચ્યો હતો. તેઓ વિશ્વ સ્પર્ધામાં રજત મેળવનારા પહેલા ભારતીય પુરુષ મુક્કેબાજ બન્યા હતા. ખિતાબી જંગમાં દ્વિતીય ક્રમાંકિત પંઘાલને ઉઝ્બેકિસ્તાનના શાખોબિદિન જોઈરોવને હાર આપી હતી. ફાઈનલમાં પંઘાલને ઓલિમ્પિક ચેમ્પિયન વિરુદ્ધ એકતરફી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. પંઘાલે પહેલાંથી જ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી લીધો છે. આ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા મુક્કેબાજ ઓલિમ્પિક ક્વોટાના હક્કદાર હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer