cisfના જવાનોમાં પરિણીતિ લોકપ્રિય

દેશનાં મોટા ભાગનાં શહેરોનાં વિમાનમથકો પર રોજેરોજ ફિલ્મ ટીવી કલાકારો અને રાજકારણીઓ સહિત અનેક મહાનુભાવો અવરજવર કરતા હોય છે. પરંતુ સીઆઇએસએફના જવાનો કોઇની સાથે વાત કરતા નથી અને ચૂપચાપ પોતાની ફરજ બજાવતા રહે છે. જોકે, હાલમાં આમાં એક અપવાદ જોવા મળ્યો હતો. અભિનેત્રી પરિણીતી ચોપરા મુંબઇની બહાર જવા માટે વિમાનમથકે આવી ત્યારે સીઆઇએસએફનો જવાન તેની પાસે આવ્યો અને તેની એક તસવીર લેવાની વિનંતી કરી હતી. ના, તેણે સેલ્ફી માટે નહોતું કહ્યું પરંતુ તે તસવીર લેવા માગતો હતો. મુંબઇ વિમાનમથકે આમ પણ પ્રેસ ફોટોગ્રાફરો સેલિબ્રિટીઝના ફોટો પાડવા માટે હાજર હોય જ છે. થોડાં સપ્તાહ અગાઉ જ સીઆઇએસએફના આ જવાને ત્યાં રહેલા ફોટોગ્રાફરને પરિણીતિના ફોટા વિશે કહ્યું હતું. જોકે, હવે જયારે તેણે પોતે જ અભિનેત્રીને જોઇ તો તેણે ફોટોગ્રાફર ફોટો પાડે તેની રાહ જોઇ નહીં અને પેતે જ તેને તસવીર માટે કહ્યું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer