ગોંડલના સેતુબંધમાં અજાણ્યો યુવાન ડૂબ્યો

ગોંડલના સેતુબંધમાં અજાણ્યો યુવાન ડૂબ્યો
કોઇનું ચપ્પલ કાઢવા જતા ઉંડા પાણીમાં ગરક થઇ જતાં મૃત્યુ

ગોંડલ, તા.24 : નર્મદાના નીરથી શહેરના જીવાદોરી સમાન વેરી તળાવ આશાપુરા ડેમ સેતુબંધ ડેમ છલોછલ થયેલ હોય આજે વરસાદી પાણી વરસતા ઓવરફલોમાં વધારો થવા પામ્યો હતો. દરમિયાન આશાપુરા ડેમમાં નાહવા પડેલો અજાણ્યો યુવાન સેતુબંધ ડેમમાં કોઈનું ચપ્પલ લેવા ઉતરતા ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતાં પાલિકાના તરવૈયાઓએ તેને ઊંડા પાણીમાંથી બહાર કાઢયો હતો અલબત્ત આ દરમિયાન અજાણ્યા યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
 યુવાને બ્લૂ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને જમણા હાથમાં જય માતાજી હિન્દીમાં ત્રોફાવેલ છે તેની ઓળખ મેળવવા શહેર પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
શહેરની તીવ્ર પાણીની તંગીને લઇ રાજ્ય સરકાર દ્વારા ચોમાસા પહેલા જ શહેરના જળાશયો છલોછલ કરી દેવામાં આવ્યા છે ત્યારે વરસાદ વેળાએ પણ પાણી આવતું હોય પાલિકા તંત્ર દ્વારા ત્રણે જળાશયો પાસે સૂચના બોર્ડ મારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer