ધોરાજી પંથકમાં લૂંટના ઈરાદે નીકળેલા બે રીઢા ગુનેગાર ઝડપાયા

ધોરાજી પંથકમાં લૂંટના ઈરાદે નીકળેલા બે રીઢા ગુનેગાર ઝડપાયા

પિસ્તોલ-ચાર કાર્ટીસ, છરી-ડીસમીસ-કાર કબજે
ધોરાજી, તા.ર4 : મુળ તાલાલાના બોરવાવનો વતની અને હાલમાં સુરત માકડા ગામ સુરભી સોસાયટીમાં રહેતો વિપુલ ઉર્ફે ભરત ઉર્ફે વિજય ઉર્ફે બાપુ છગન જોટંગીયા નામનો વાળંદ શખસ અને ગોંડલના પાટીદડનો આહીર અકીત ઉર્ફે ગાંડો રમણીક કાછડ નામના બન્ને શખસો કાર લઈને લૂંટના ઈરાદે ધોરાજી પંથકમાં ફરતા હોવાની બાતમીના આધારે ધોરાજી પોલીસે વોચ ગોઠવીને ધોરાજી નજીકથી ઝડપી લીધા હતા.
પોલીસે બંને શખસો પાસેથી આધુનિક પિસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ, છરી તેમજ નાના-મોટા ડીસમીસ, આંખમાં છાંટવા માટેનો સ્પ્રે, મોબાઈલ અને છ ડુપ્લીકેટ આઈ.ડી.પ્રુફ, કાર સહીત રૂ.1.8પ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં વિપુલ જોટંગીયા નામના શખસે ચારેક માસ પહેલા સુરતમાંથી કાર ની ઉઠાતરી કરી હતી. અને પુણા પોલીસ મથકમાં ઠગાઈના ગુનામા ફરાર છે. સુરતના કઠોર ગામે 11 વર્ષ પહેલા મહીલાની હત્યાના ગુનામાં ઝડપાયો હતો. અને ચારેક વર્ષ પહેલા નિર્દોષ છુટયો હતો. તેમજ ગોંડલ તાલુકામાં મારામારીના ગુનામાં પકડાય ચુકયો છે. પોલીસે વધુ તપાસઅર્થે રીમાનડ પર લેવા તજવીજ હાથધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer