પોરબંદરમાં કાયદાની વિદ્યાર્થિની પર હુમલો

દુકાન ખાલી કરાવવાના મનદુ:ખના કારણે બનેલો બનાવ

પોરબંદર, તા. 24: અહીના રોકડિયા હનુમાન મંદિર પાછળ માધવ પાર્કમાં રહેતી અને વકીલાતનો અભ્યાસ કરતી હેતલબહેન ધીરજલાલ સલેટ પર દુકાન  ખાલી કરવાના મનદુ:ખના કારણે લોખંડની સાણસીથી હુમલો થયો હતો.
આ અંગે હેતલબહેન સલેટે નોંધાવેલી ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, તે તેના માતા પિતા સાથે રહે છે. તેનો પતિ સંદીપ રામજીભાઇ ફોફંડી અમદાવાદ નોકરી કરે છે. તે લો કોલેજમાં  એલએલબીનો અભ્યાસ કરે છે અને કૌટુંબિકભાઇ શૈલેષ ભીખુભાઇ સલેટ સાથે એમજી રોડ પર રાણી બાગ પાસે શ્રીજીપુરી શાક અને ગાંઠિયાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે. તાલુકા પંચાયત હસ્તકની આ દુકાન ખાલી કરાવવા માટે લીલુબહેન, રમાબહેન ભીખુભાઇ સલેટ કાનાભાઇ બાલુભાઇ ઓડેદરા સહિતનું પચાસેક લોકોનું ટોળુ દુકાન પર આવ્યું હતું અને  દુકાન ખાલી કરી દેવાનું  કહ્યુ હતું. ખાલી કરવાની ના પાડતા લીલુબહેને માથામાં સાણસી મારી દીધી હતી અને અન્યએ ઢીકાપાટુનો માર મારીને વાળ પકડીને  ખેંચીને બહાર લઇ ગયા હતાં. આ દુકાન અંગે લીલુબહેન અને કાનાભાઇ બાલુભાઇ ઓડેદરા વચ્ચે વિવાદ ચાલે છે તેના કારણે આ બનાવ બન્યો હતો.મહેર શક્તિ સેના દ્વારા દુકાનનો ગેરકાયદે કબજો જમાવવામાં આવ્યાનો આક્ષેપ કરાયો હોવાની પોલીસને રજૂઆત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer