હવાઇ સીમા બંધ કરવાનો નિર્ણય પાક.ની પોતાની સમસ્યા: ધનોઆ

હવાઇ સીમા બંધ કરવાનો નિર્ણય પાક.ની પોતાની સમસ્યા: ધનોઆ
એર ચીફ માર્શલે કહ્યું, ભારતે કયારેય મુલ્કી ઉડ્ડયન બંધ નથી કર્યા
નવી દિલ્હી, તા. 24:  તમામ ભારતીય ઉડ્ડયનો માટે પોતાની હવાઈ સીમા બંધ કરી દેવાનો પાકનો નિર્ણય તેની સમસ્યા છે અને ભારતીય હવાઈ દળે કયારેય આપણો નાગરિક એરટ્રાફિક રોકયો નથી એમ હવાઈ દળના વડા એરચીફ માર્શલ વીરેન્દ્રસિંહ ધનોઆએ, કારગિલ યુદ્ધની વીસમી વરસી નિમિત્તેના ઈવેન્ટને સંબોધતાં જણાવ્યું હતું. બાલાકોટમાંની જૈશે મોહમ્મદની છાવણી પરની ભારતની એર સ્ટ્રાઈક્સને પગલે પોતાની હવાઈ સીમા બંધ કરી દેવાના ઈસ્લામાબાદના પગલાના પ્રતિસાદમાં આમ કહેતા ધનોઆએઁ જણાવ્યું હતું કે એરસ્ટ્રાઈકનો આપણું ધ્યેય તેમના આતંકી કેમ્પ્સ પર હુમલા કરવાનો હતો, તે લક્ષ્ય આપણે હાંસલ કર્યું છે તેમનો મકસદ આપણા સૈન્યની જમાવટોને નિશાન બનાવવાનો હતે, તેઓ તરફથી કોઈ અંકુશરેખા પાર કરી આપણી સીમામાં ઘૂસી શકયું નથી. એર સ્ટ્રાઈકના બીજા દિવસે (27 ફેબ્રુ.એ) શ્રીનગર એર સ્પેસને બે-ત્રણ કલાક બંધ કરી હતી પરંતુ એ તનાવની અસર આપણે આપણા બાકી નાગરિક ઉડ્ડયનો પર થવા દીધી ન હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer