આ IPL નથી, રસેલ ભારત સામે દબાણમાં રહેશે : ચહલ

આ IPL નથી, રસેલ ભારત સામે દબાણમાં રહેશે : ચહલ
માન્ચેસ્ટર, તા.24 : વિશ્વકપ અભિયાનમાં છમાંથી ચાર મેચ હારી ચુકેલી વેસ્ટઇન્ડિઝની ટીમ માટે ભારત વિરૂધ્ધ 27 જૂનનો મુકાબલો આસાન નહીં હોય. ટીમ ઇન્ડિયાના કાંડાના સ્પિનર યજુવેન્દ્ર ચહલે કહ્યું કે આઇપીએલમાં વિન્ડિઝ ટીમના ખેલાડીઓ ઘણી સફળતા મેળવી પરંતુ વર્લ્ડ કપમાં સ્થિતિ અલગ હોય છે. ભારત વિરૂધ્ધ તેઓ દબાણનો સામનો કરી શકશે નહીં.
પત્રકારોએ ચહલને પુછયું કે આંદ્રે રસેલ સહિત વિન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન માટે ટીમ શું કરશે? જવાબમાં ચહલે કહ્યું કે, “અમારી પાસે વિન્ડિઝ માટે યોજના છે. રસેલ એક પિગ હિટર છે, પરંતુ અમે તેના વિરૂદ્ધ ઘણી વખત બોલિંગ કરી છે એટલે અમે તૈયાર છીએ. ચહલે કહ્યું કે દેશ માટે રમવું આઇપીએલ રમવાથી ઘણું અલગ હોય છે. મેચ જીતવાનું દબાણ જેટલું તેમના પર હશે તેટલું અમારા પર પણ. એવું લાગે છે કે તેઓ જીતવા માટે ઉત્સુક છે. પણ ફોર્મમાં આવવું પડે. મેચમાં બંને ટીમ માટે સ્થિતિ અલગ અલગ હશે. રસેલ માટે ગમે પ્લાન પર વાત કરતાં ચહલે કહ્યું કે જો રસેલ ચાર બેટ્સમેન આઉન થયા બાદ ક્રિઝ પર આવશે તો પહેલાં તે પોતાને સેટ કરશે. અમે પણ મેચની સ્થિતિ મુજબ અમારી યોજનાઓ બદલીશું. વેસ્ટઇન્ડિઝના સ્ફોટક બેટ્સમેન રસેલ આ વર્લ્ડ કપમાં પોતાના સ્નાયુઓ ખેંચાવવાને લઇને પરેશા છે. તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની છેલ્લી મેબ પણ રમી ન હતી. 27 જૂને ભારત વિરૂદ્ધ થનારી મેચમાં રસેલ ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે તેમનું ફોર્મમાં ન હોવું વિન્ડિઝ માટે  ચિંતાનો વિષય છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer