અફઘાન સામે બંગલાદેશના 7/262

અફઘાન સામે બંગલાદેશના 7/262
 મુશફકીરના 83 અને શકિબના 51: અફઘાનિસ્તાનના મુજીબને 3 વિકેટ
સાઉથમ્ટન, તા.24: વર્લ્ડ કપના આજના મેચમાં અફઘાનિસ્તાન સામે બંગલાદેશ પ0 ઓવરના અંતે 7 વિકેટે 262 રનનો પડકારરૂપ સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. બંગલાદેશ તરફથી વિકેટકીપર-બેટસમેન મુશફકીર રહીમે સૌથી વધુ 83 રન કર્યાં હતા. જયારે સ્ટાર ઓલરાઉન્ડર શકિબ અલ હસને વધુ એક અર્ધસદી (પ1) કરી હતી. અફઘાનિસ્તાન તરફથી યુવા સ્પિનર મુજીબ ઉર રહેમાને 3 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાનના સુકાની ગુલબદિન નૈબે ટોસ જીતને સાહસિક નિર્ણય લઇને ફિલ્ડીંગ પસંદ કરી હતી. લિટન દાસ (16) સસ્તામાં આઉટ થયા બાદ તમિમ ઇકબાલ (36) અને શકિબ (પ1) વચ્ચે બીજી વિકેટમાં પ9 રનની ભાગીદારી થઇ હતી. શકિબ 69 દડામાં ફકત 1 ચોકકાની મદદથી પ1 રને મુજીબનો શિકાર બન્યો હતો. આ પછી મુશફકીર રહીમે બંગલાદેશની ઇનિંગમાં એન્કર રોલ ભજવીને એક છેડો સાચવી રાખ્યો હતો. તે છેક 49મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 87 દડાની સંભાળપૂર્વકની ઇનિંગમાં 4 ચોકકા અને 1 છકકો લગાવ્યો હતો અને 83 રન બનાવ્યા હતા. આ સિવાય મહમદુલ્લાએ 27 રન કરીને પાંચમી વિકેટમાં પ6 રનની ભાગીદારી કરવામાં મુશફકીરને સહયોગ આપ્યો હતો. મોસાડક હુસેને 24 દડામાં 4 ચોકકાની મદદથી 3પ રનની ઝડપી ઇનિંગ રમી હતી. આથી પ0 ઓવરના અંતે બંગલાદેશના 7 વિકેટે 262 રન બન્યા હતા. જેથી રોઝ બાઉલની ધીમી વિકેટ પર અફઘાનિસ્તાનને જીત માટે 263 રનનું ચુનૌતિપૂર્ણ વિજય લક્ષ્યાંક મળ્યું હતું. સ્કોર બોર્ડ: બંગલાદેશ: લિટન દાસ કો. શાહિદી બો. મુજીબ 16, તમિમ બોલ્ડ નબી 36, શકિબ એલબીડબ્લ્યૂ મુજીબ પ1, મુશફકીર કો. નબી બો. ઝારદાર 83, સરકાર એલબીડબ્લ્યૂ મુજીબ 3, મહમદુલ્લાહ કો. નબી બો. નૈબ 27, હુસેન બોલ્ડ નૈબ 3પ, સૈફૂદિન નોટઆઉટ 2, વધારાના 9, કુલ પ0 ઓવરમાં 7 વિકેટે 262. વિકેટ ક્રમ: 23, 82, 143, 1પ1, 207, 2પ1, 262 બોલિંગ: મુજીબ: 10-0-39-3, ઝારદાર: 9-0-64-1, નબી: 10-0-44-1, નૈબ: 10-0-પ6-2, રશિદ ખાન: 10-0-પ2-0, રહેમત: 1-0-7-0.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer