ઢોલરાની જમીન પચાવી પાડવાના કેસમાં રીવીઝન મંજૂર


રાજકોટ, તા. 19: ઢોલરા ગો આવેલી ઇન્દ્રસિંહ સરતાનસિંહની જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના બનાવમાં થયેલી રીવીઝન અરજી ગોંડલની કોર્ટે મંજુર રાખી હતી.
આ અંગે રાજકોટમાં રહેતા ગોપાલસિંહ ભરતસિંહ જાડેજાએ  વર્ષોથી સાધુ જીવન જીવતા તેના મોટાબાપુ ઇન્દ્રસિંહ સરતાનસિંહની ઢોલરાના સર્વે નં. 30/1 પૈકીની વાવળવાડીના નામે ઓળખાતી 14 એકર 20 ગુંઠા જમીન બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવા અંગે સુભાષ ગોરધનભાઇ બોદર, જયદીપ જયંતીભાઇ માંકડિયા, જયંતીભાઇ માધવજીભાઇ માંકડિયા, સવિતાબહેન વસંતભાઇ માંકડિયા, નિખીલકુમાર કમળાશંકર રીંડાણી, પરીમલ મયુરભાઇ શુકત, તલાટી, નોટરી વી.ટી.આચાર્ય, પરેશ ધનજીભાઇ પટેલ, ઇલાકુમારીબા ઇન્દ્રસિંહ જાડેજા વગેરે સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મેજીસ્ટ્રેટે ડીસ્મીસ્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેની સામે ગોપાલસિંહે ગોંડલ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. સેશન્સજ જે.એન. વ્યાસે રીવીઝન અરજી મંજુર કરી હતી અને ટ્રાયલ કોર્ટને અરજદાર/ ફરિયાદની લેખીતમાં જે સાહેદો જણાવે તેના નિવેદનો તપાસ કરનાર અમલદાર રેકર્ડ કરે અને તકરારી દસ્તાવજો અંગે હેન્ડરાઇટીંગ એકસપર્ટનો અભિપ્રાય મેળવી નવેસરથી તપાસ અહેવાલ ટ્રાયલ કોર્ટમાં રજુ કરે તેવો ટ્રાયલ કોર્ટે આદેશ કરવો અને ત્યાર બાદ બન્ને પક્ષને સાંભળીને નવેસરથી ટ્રાયલ કોર્ટે નિર્ણય લેવો. અત્રે ઉલ્લેખનિય છે કે, જીવાપર અને બામણબોરના જમીન કૌભાંડમાં પણ સુભાષ બોદરનું નામ ખુલ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer