ધારીમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા રોષ

ધારીમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા રોષ
કુહાડીના ઘા મારીને મૂર્તિ ખંડિત કરનાર શખસની શોધખોળ

ધારી, તા. 19: અહીંના નબાપરા ખાતે આવેલાં જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને મૂર્તિ ખંડિત કરનાર સામે રોષ ફેલાયો હતો.
જીવનમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં કોઇ શખસે હનુમાનજીની મૂર્તિ પર કુહાડીના ઘા મારીને મૂર્તિને ખંડિત કરી હતી. આ અંગેની જાણ થતાં ભક્તો અને લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ હતી. હનુમાનજીની પ્રતિમા પર કુહાડીના ઘા મારીને ખંડિત કરનાર શખસની પોલીસે શોધ આદરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer