‘અલ્લાહ-હુ-અકબર’ સામે પણ વાંધો ન હોવો જોઈએ : આઝમ ખાન

‘અલ્લાહ-હુ-અકબર’ સામે પણ વાંધો ન હોવો જોઈએ : આઝમ ખાન
સપા નેતાએ કહ્યું : અમે કદી ‘જય શ્રી રામ’ના નારાનો વિરોધ કર્યો નથી
નવી દિલ્હી, તા. 19 : લોકસભામાં ‘જય શ્રી રામ’ના નારા લગાવવા પર વિપક્ષી છાવણીના નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે સપા સાંસદ આઝમ ખાને પણ કહ્યું છે કે, આ નારા સામે કોઈ વાંધો નથી.
વિવાદસર્જક નિવેદનથી ચર્ચામાં રહેનારા આઝમે કહ્યું હતું કે, ‘અલ્લાહ-હુ-અકબર’ સામે પણ કોઈને વાંધો ન હોવો જોઈએ.
‘જય શ્રી રામ’ના નારા સામે શું વાંધો હોઈ શકે. અમે તો આવા નારાનો વિરોધ કરતાં નથી, પરંતુ કોઈને ‘અલ્લાહ-હુ-અકબર’ સામે પણ વિરોધ ન હોવો જોઈએ, તેવું સપા નેતાએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ પર વાકયુદ્ધ વચ્ચે આઝમ ખાને જય શ્રી રામના મુદ્દા પર જરૂર અલગ નિવેદન આપ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer