ઇએસીએ જીડીપીને વધારીને રજૂ કરવાના આરોપો નકાર્યા

ઇએસીએ જીડીપીને વધારીને રજૂ કરવાના આરોપો નકાર્યા
પૂર્વ મુખ્ય આર્થિક સલાહકારના આરોપો સામે કહ્યું, જવાબદાર આકારણી પદ્ધતિ
નવી દિલ્હી, તા. 19 : વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ (ઇએસી-પીએમ)એ બુધવારે પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) અરવિંદ સુબ્રમણ્યમનાં જીડીપી આંકડાને વધારીને રજૂ કરવાનાં આરોપોને નકારી કાઢયા હતા.
ઇએસી-પીએમએ કહ્યું કે, હાલમાં ભારતની જીડીપી આંકલન પદ્ધતિ એક જવાબદાર  પારદર્શી અને સુવ્યવસ્થિત અર્થવ્યવસ્થાના રૂપમાં ભારતની વૈશ્વિક હેસિયતને અનુરૂપ છે. આ પહેલાં ઇએસી-પીએમએ કહ્યું હતું કે, તે જીડીપીના આંકડા પર અરવિંદ સુબ્રમણ્યમના આરોપોનો તબક્કાવાર ઢંગથી જવાબ આપશે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિએ બુધવારે ‘ભારતમાં જીડીપી આકલન - પરિપ્રેક્ષ્ય અને તથ્ય’ શીર્ષકથી વિસ્તૃત નોંધ જારી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer