ગેલનો અંદાજ અનોખો

ગેલનો અંદાજ અનોખો
ભારત- પાક.ના ઝંડાના રંગનો સૂટ પહેર્યો
લંડન, તા.16: આઇસીસી વર્લ્ડ કપ-2019નો સૌથી મોટો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં  રમાયો. ભારત-પાકિસ્તાનની મેચને લઇને ક્રિકેટ ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે ત્યારે વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ પણ ખૂબ ઉત્સુક છે. પોતાના લૂકના કારણે ચર્ચામાં રહેતા ક્રિસ ગેલ ભારત- પાકિસ્તાનની મેચ પહેલા કપડાંને લઇને ચર્ચામાં આવ્યો છે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ટ્વિટર હેન્ડલ પરથી ક્રિસ ગેલની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં ક્રિસ સૂટ-બૂટમાં જોવા મળે છે.ગેલના કોટની જમણી  બાજુ ભારતના અને ડાબી બાજુ પાકિસ્તાનના ઝંડાનો રંગ છે. ક્રિસ ગેલનો આ અંદાજ લોકોને પસંદ પડી રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer