પુલવામામાં 3 આતંકી ઠાર

પુલવામામાં 3 આતંકી ઠાર
અવંતિપોરાની અથડામણમાં શૌકતને  મોતને ઘાટ ઉતારી જવાન ઔરંગઝેબની શહીદીનો બદલો
નવી દિલ્હી, તા. 18 : જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં શૌકત અહમદ ડાર પણ હતો, જે જવાન ઔરંગઝેબની હત્યામાં સામેલ હતો. આ અથડામણ પુલવામાં જિલ્લાના અવંતિપોરામાં થઈ હતી. દરમ્યાન અનંતનાગમાં પણ એન્કાઉન્ટરના અહેવાલ હતા.
અવંતિપોરાના પંજગામમાં આજે સવારે આતંકવાદીઓ અને 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વચ્ચે આ અથડામણ થઈ હતી, જેમાં શૌકત અહમદ ડાર સહિત ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. ઉલ્લ્ઁખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કેટલાક હિસ્સામાં ફરી એક વખત આતંકવાદી હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer