ડોનના ત્રીજા ભાગમાં શાહરૂખ ખાનના સ્થાને રણવીરસિંહ

ડોનના ત્રીજા ભાગમાં શાહરૂખ ખાનના સ્થાને રણવીરસિંહ
લીડ રોલ ભજવ્યો હતો શાહરૂખ ખાને હવે ફરહાન અખ્તરની ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘ડોન’ની ત્રીજી આવૃતિમાં શાહરૂખ જોવા નહીં મળે અને એનું સ્થાન લેશે રણવીરસિંહે જો કે હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી.
ફરહાન અખ્તરની ‘ડોન’ સીરિઝની પહેલી ફિલ્મ 2006માં આવી હતી. એમાં શાહરૂખ અને પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકા હતી. એમાં અર્જુન રામપાલ અને બોમન ઇરાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
‘ડોન 2’ 2011માં આવી હતી અને એમાં પણ શાહરૂખ, પ્રિયંકા હતાં. ઉપરાંત લારા દત્તાએ પણ એક મહત્વની ભૂમિકા કરી હતી.
હવે એવું જાણવા મળ્યું છે કે ‘ડોન’ સીરિઝનાં નિર્માતાઓ ત્રીજી ફિલ્મની ક્રિપ્ટ તૈયાર કરી રહ્યા છે. મુખ્ય ફેરફાર એ હશે કે શાહરૂખ ખાનની જગ્યાએ રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં હશે. રણવીરની હિરોઇન તરીકે કેટરીના કૈફનું નામ ચર્ચામાં છે.
‘ડોન 3 ’માં શાહરૂખ કેમ નહી ? તો આ સવાલનો જવાબ એ છે કે શાહરૂખે પોતે જ આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. પોતાની ‘ઝીરો’ ફિલ્મ બોકસ ઓફિસ પર નિષ્ફળ જતાં શાહરૂખે હવેથી કોઇ પણ ફિલ્મની સીકવલમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. આમ, શાહરૂખના ઇનકાર બાદ નિર્માતાઓએ ‘ડોન 3’ માટે રણવીર પર પસંદગી ઉતારી છે. રણવીરની છેલ્લી ફિલ્મ હિટ ગઇ છે- ‘િસમ્બા’ અને ‘ગલી બોય’.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer