એશિયન એથ્લેટિક્સમાં ગોમતીને 800 મીટરમાં અને તેજીન્દરસિંઘને ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક

એશિયન એથ્લેટિક્સમાં ગોમતીને 800 મીટરમાં અને તેજીન્દરસિંઘને ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક
ગુજરાતની સરિતા ગાયકવાડને 400 મીટરની વિઘ્ન દોડમાં કાંસ્ય ચંદ્રક
દોહા, તા.23: એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની 800 મીટર દોડમાં ગોમતી મરિમુતુ અને પુરુષોની ગોળા ફેંક સ્પર્ધામાં તેજીન્દરપાલ સિંઘે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા છે. એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપના સોમવારે બીજા દિવસે ભારતના કુલ પ ચંદ્રક થયા છે. ગુજરાતની ડાંગ એકસપ્રેસની નામે જાણીતી સરિતા ગાયકવાડે 400 મીટરની વિઘ્ન દોડમાં શાનદાર દેખાવ કરીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
ભારતના શિવપાલે ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીત્યો છે. તેણે 86.23 મીટર દૂર ભાલો ફેંકયો હતો. જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 400 મીટરની પુરુષોની વિઘ્ન દોડમાં ભારતના મદારી પલ્લિયલિલ ત્રીજા સ્થાને રહીને કાંસ્ય ચંદ્રકનો હકદાર બન્યો હતો. તો મહિલા વિભાગમાં ગુજરાતી સરિતા ગાયકવાડ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. સરિતાએ 400 મીટરની વિઘ્ન દોડ પ7.22 સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે પુરુષોની 400 મીટરની દોડના વર્તમાન વિજેતા મોહમ્મદ અનસ મેડલ જીતવામાં નિષ્ફળ રહયો હતો.
એશિયન ચેમ્પિનશીપમાં ભારતના ચંદ્રકની કુલ સંખ્યા 10 પર પહોંચી ચૂકી છે. જેમાં બે સુવર્ણ, ત્રણ રજત અને પ કાંસ્ય ચંદ્રક છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer