એશિયન કુસ્તીમાં બજરંગને ગોલ્ડ મેડલ: પ્રવીણ ફાઇનલમાં

એશિયન કુસ્તીમાં બજરંગને ગોલ્ડ મેડલ: પ્રવીણ ફાઇનલમાં
શિયાન, તા.23: એશિયન કુસ્તી ચેમ્પિયનશીપના પ્રારંભે ભારતના સ્ટાર પહેલવાન અને વિશ્વ નંબર વન બજરંગ પૂનિયા 6પ કિલોના ફ્રી સ્ટાઇલ વર્ગમાં ચેમ્પિયન થયો છે. બજરંગે ફાઇનલમાં ફાઇનલમાં કઝાકિસ્તાનની પહેલવાન સયાંતબેક ઓકસોવને 12 વિરૂધ્ધ 7 પોઇન્ટથી હાર આપી હતી. એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનો આ પહેલો મેડલ છે. બજરંગે ગયા વર્ષે એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જયારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
 79 કિલો વર્ગમાં પ્રવીણ રાણાએ પણ ફાઇનલમાં સ્થાન જમાવ્યું છે. બજરંગ પૂનિયાએ સેમિ ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના પહેલવાન સિરોજીદિન ખાસનોવાને સામે એક તરફી 12 વિ. 1 પોઇન્ટથી જોરદાર જીત મેળવી હતી. જ્યારે પ્રવીણ રાણાનો કઝાકિસ્તાનના પહેલવાન જી. ઉસેરબાયેવ સામે રસાકસી બાદ 3-2 પોઇન્ટથી વિજય થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer