ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને હૈયાના હેતથી શ્રાવકો વધાવશે

ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકને હૈયાના હેતથી શ્રાવકો વધાવશે
વીરપ્રભુની ધર્મયાત્રા નિકળશે 24 ફલોટ જોડાશે, ધર્મસભા પણ યોજાશે
રાજકોટ: જૈનમ સંસ્થા દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.17ને બુધવારે ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘િત્રશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ ના નાદ સાથે યોજાશે. તા.17ને બુધવારે સવારે 8-00 કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઇસ્કૂલ), સાંજ સમાચાર, શારદા બાગ, આકાશવાણી રોડ, જિલ્લા પંચાયત (અકિલા) ચોક, ડો. યાજ્ઞિક રોડ, સરદારનગર મેઇન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 10 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તીત થશે.
ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ જોડાશે. ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટ્સ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક- સામાજિક પ્રવૃત્તિઓના ફલોટ્સ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાના રૂટ  ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઇક સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે.
જિલ્લા પંચાયત ચોક ખાતે 100થી વધુ બાળો દ્વારા વેશભુષા રજૂ કરાશે. જોડાનાર તમામ બાળકોને ઇનામો આપી
પ્રોત્સાહિત કરાશે.
ફલોટસ બનાવનાર તમામને રૂ.9000ની સબસીડી આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો જેમાં પ્રથમ નંબરને રૂ.5000, બીજા નંબરને રૂ.4000, ત્રીજા નંબરને રૂ.3000,  ચોથા નંબરને રૂ.2000, પાંચમાં નંબરને રૂ.1000નો રોકડ પુરસ્કાર અપાશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લક્કી ડ્રોની ટીકીટો અપાશે. જેનો ડ્રો ધર્મસભામાં  કરવામાં આવશે.
હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિ પૂજક સંઘોનાં સાધુ- સાધ્વીજીઓની પાવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરાયું છે.  પધારેલ સાધુ- સાધ્વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે. સાથે સાથે પ્રખર વકતા પંડિત સુનીલભાઇ શાત્રી ધર્મસભાને સંબોધશે. ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની પાવન નિશ્રામાં ધર્મયાત્રાનાં રૂટ ઉપર જૈન- જૈનેતરો માટે  પ્રસાદ વિતરણ થાય તેવા શુભ આશયથી અનુકંપા રથ પણ સામેલ થશે, ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઇક સવારો પણ જોડાશે. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ-વ્હીલરનાં સુશોભન માટે પણ ઇનામો છે.  ભવ્ય આયોજનમાં રાજકોટનાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ જૈન તપગચ્છ સંઘ (માંડવી ચોક દેરાસર), રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, સદર સ્થાનકવાસી જૈન સંઘ, આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભક્તિનગર સ્થાનકવાસી જૈન સંઘ, ગીત ગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ઇન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ વગેરેએ શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાવવા અપીલ કરી છે.
સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સીલ્વર, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશિયલ ગ્રુપ સહિતના જોડાશે.
ધર્મસભાના વક્તા સુનિલકુમાર શાત્રી
બેલગાંવ- કર્ણાટક ખાતે જન્મેલ, કન્નડ તેમની માતુ ભાષા છે, શિક્ષણમાં તેઓએ એમ.એ.બી.એડ. (સંસ્કૃત) જયપુર (રાજસ્થાન), જૈન દર્શનમાં શાત્રી, એમ.એ. (હિન્દી) સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. તેઓશ્રી કન્નડ, મરાઠી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે, તેઓશ્રી અનેક ધર્મપ્રચાર માટે અનેક વિદેશ પ્રવાસ કરેલ છે જેમાં મુખ્યત્વે લંડન ખાતે બે વખત 2007, 2009, નાઇરોબી બે વખત 2010, 2011 અને આગામી પ્રવાસોમાં લંડન-2019, નાઇરોબી-2020, મુંબઇ, કલકતા વિગેરે સ્થળે અવાર નવાર ધર્મપ્રચાર પ્રવાસો કરતા રહ્યા છે. હાલમાં રાજકોટ દિગંબર જૈન મંદિરમાં 21 વર્ષોથી પાઠશાળા અને ધાર્મિક વ્યાખ્યાન વિગેરેનું સંચાલન કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer