માધાપર ચોકડીએ વાહન ચેકીંગ

માધાપર ચોકડીએ વાહન ચેકીંગ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે વાહન ચેકીંગ શરૂ કરાયું હતું. ટ્રાફિક શાખાના પીઆઇ પી.પી.ભોયના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના કર્મચારીઓ દ્વારા  કાર સહિતના વાહનોનું ચેકીંગ કરાયું હતું. કારની ડેકી ખોલાવીને  કોઇ મોટી રોકડ રકમ, હથિયાર કે નશીલા પદાર્થ નથી તેનું ચેકીંગ કરાયું હતું.આ ઉપરાંત કારમાં લગાડવામાં આવેલી ગેરકાયદે  કાળી ફિલ્મ દૂર કરાવીને દંડ વસુલ કરવામાં આવ્યો હતો. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer