પત્રકારેએ ચૂંટણી સંદર્ભેના અનુભવો શેર કર્યા અને મતદાન કરવાના શપથ લીધા

પત્રકારેએ ચૂંટણી સંદર્ભેના અનુભવો શેર કર્યા અને મતદાન કરવાના શપથ લીધા
રાજકોટ, તા.15: તંદુરસ્ત લોકશાહીના પ્રહરી ગણાતા પત્રકારો માટે આજે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિટી રાઇડ યોજવામાં આવી હતી. મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવતા અભિયાન સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વાઉ બસમાં પત્રકારોએ પ્રવાસ કર્યો હતો અને ચૂંટણી સંદર્ભેના અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત બાદમાં ઉપસ્થિત તમામ પત્રકારોએ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ બસને કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વાઉ બસમાં આ સિટી રાઇડ દરમિયાન યુવા પત્રકારો સાથે વરિષ્ઠ પત્રકારો પણ જોડાયા હતા. વરિષ્ઠ પત્રકારોએ ચૂંટણી વખતના પોતાના અનુભવો જણાવ્યા હતા. જેમાં પહેલા આદર્શ આચાર સંહિતા અસ્તિત્વમાં ન હોવી, ચૂંટણીમાં મતદારોનો અકળ મિજાજ, બેલેટ પેપરની ગણતરી તેમજ પહેલાના પ્રચાર અંગેના અનુભવો શેર કર્યા હતા. આ સંવાદનું સંચાલન આરજે આભાએ કર્યું હતું. કલેક્ટર ડો.ગુપ્તાએ રાજકોટના મીડિયાની સકારાત્મક ભૂમિકાની સરાહના કરી હતી. બાદમાં તમામ પત્રકારોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer